Rathyatra 2022: મારો વ્હાલો આવ્યાની વધામણી, જય રણછોડ, માખણ ચોરના જયઘોષ સાથે રથયાત્રાનું સ્વાગત, જગતના નાથની ઝાંખી માટે ધાબા અને અટારીઓ પર ચઢ્યા ભક્તજનો

|

Jul 01, 2022 | 8:47 AM

સતત બે વર્ષના વિરહ બાદ આ રીતે જગતના નાથ (Jagganth Bhaghwan)ભક્તજનોને સામેથી દર્શન આપવા નીકળ્યા છે ત્યારે જમાલપુર મંદિરની આસપાસ આવેલા રહેઠાણો તેમજ નગરયાત્રા દરમિયાનના રૂટ પર આવેલા મકાનોના ધાબા અને આગાસી તેમજ રવેશ પર ચઢીને સૌ ભગવાનના દર્શન કરી રહ્યા હતા.

Rathyatra 2022: મારો વ્હાલો આવ્યાની વધામણી, જય રણછોડ, માખણ ચોરના જયઘોષ સાથે રથયાત્રાનું સ્વાગત, જગતના નાથની ઝાંખી માટે ધાબા અને અટારીઓ પર ચઢ્યા ભક્તજનો
Rathyatra ahmedabad 2022

Follow us on

અમદાવાદમાં (Ahmedabad)રંગચંગે ભગવાનની નગરચર્યાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભગવાન બહેન સુભદ્રા તથા મોટા ભાઈ બળભદ્ર સાથે અમીનજર વરસાવતા શહેરના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સૌ જય રણછોડ, માખણ ચોરના નાદથી ભગવાનને વધાવી રહ્યા  છે સતત બે વર્ષના વિરહ બાદ આ રીતે જગતના નાથ ભક્તજનોને સામેથી દર્શન આપવા નીકળ્યા છે ત્યારે જમાલપુર (jamalpur jagdish mandir)મંદિરની આસપાસ આવેલા રહેઠાણો તેમજ નગરયાત્રા દરમિયાનના રૂટ પર આવેલા મકાનોના ધાબા અને આગાસી તેમજ રવેશ પર ચઢીને સૌ ભગવાનના દર્શન કરી રહ્યા હતા.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રથયાત્રાના દર્શન કરતા મહિલાઓએ  ભગવાનના દર્શન કરીને ઓવારણાં લીધાં હતાં તેમજ દૂરથી પણ ભગવાને અક્ષત અને કુમકુમથી વધાવ્યા હતા. રથયાત્રાની પહેલા સાજ શણગાર સાથે નીકળેલા ગજરાજ તેમજ શણગારેલા ટ્ર્રક પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે,ત્યારે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં પહોંચશે. જેને લઈને મોસાળમાં ભોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરસપુર ખાતે ભગવાનના આગમનને વધાવવા બે દિવસથી રસોડાં ધમધમી રહ્યા છે ત્યારે આજે  બપોરે રથયાત્રાના વિશ્રામ દરમિયાન  લાખો  ભક્તો અહીં બોજન ગ્રહણ કરશે.   તેના માટે કુલ 13 પોળમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના.તમને જણાવી દઈએ કે, આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષ  સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ  વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત શુભારંભ કર્યો.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

Published On - 8:40 am, Fri, 1 July 22

Next Article