Rathyatra 2021 : જળયાત્રા બાદ, ભગવાન કેમ જાય છે મોસાળ ? જાણો ભગવાનનું મોસાળ જવાનુ રહસ્ય

|

Jun 25, 2021 | 12:52 PM

Rathyatra 2021 : જળયાત્રા બાદ પંદર દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં લીલા લહેર કરશે ત્યારે મંદિરમાં ભગવાનનું જે સિંહાસન હોય છે તે ખાલી હોય છે. આ પંદર દિવસ દરમિયાન ભગવાનના નિજમંદિરમાં પૂજારી સિવાય કોઈ જઈ શકતું નથી.

Rathyatra 2021 : જળયાત્રા બાદ, ભગવાન કેમ જાય છે મોસાળ ? જાણો ભગવાનનું મોસાળ જવાનુ રહસ્ય
ભગવાન 15 દિવસ સુધી રહેશે મોસાળમાં

Follow us on

Rathyatra 2021 : જેઠ સુદ પુનમથી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાના (Rathyatra) શ્રી ગણેશ થઈ ગયા છે. જળયાત્રા બાદ પંદર દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં લીલા લહેર કરશે ત્યારે મંદિરમાં ભગવાનનું જે સિંહાસન હોય છે તે ખાલી હોય છે. આ સિંહાસન ખાલી હોય છે ત્યારે તમામ હરિભક્તોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે આ પંદર દિવસ સુધી ભગવાનની પૂજા વિધિ કેવી રીતે થતી હશે ??

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથજી મામાને ત્યાં સરસપુર એમના મોસાળ ગયા છે. પરંતુ ખરેખર ભગવાનની જે પ્રતિકૃતિ હોય છે તે જ માત્ર મોસાળમાં જતી હોય છે. એવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ભગવાન પોતાના મોસાળમાં નહીં પોતાના મંદિરમાં જ પોતાના રત્ન વેદી સિંહાસનની પાછળ અંતરપટમાં જ બિરાજતા હોય છે અને 15 દિવસ સુધી મંદિરના પૂજારી જ ભગવાન જગન્નાથના શ્રી અંગની પૂજા કરતા હોય છે.

આ 15 દિવસ દરમિયાન ભગવાનને ચંદનનો લેપ, ચમેલીનું તેલ તેમજ સુગંધિત દ્રવ્ય લગાવવામાં આવે છે અને ભગવાનની અંતરપટ પૂજા વિધિ નિત્ય પુજારી દ્વારા જ કરવામાં આવે છે. આ પંદર દિવસ દરમિયાન ભગવાનના નિજમંદિરમાં પૂજારી સિવાય કોઈ કેમ જઈ શકતું નથી?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ 15 દિવસ દરમિયાન ભગવાનના નિજમંદિરમાં પૂજારી સિવાય કોઈને પણ ના જવાની આ પરંપરા જગન્નાથ પુરીમાં પણ હોય છે અને મંદિરની અંદર જે ભગવાનનો ગર્ભગૃહ હોય છે ત્યાં અંતર પણ બનાવવામાં આવે છે. જ્યાં માત્ર ભગવાનની મૂર્તિઓ રાખી અને 15 દિવસ સુધી તેની પૂજા વિધિ-વિધાન દ્વારા થતી હોય છે. જોકે શાસ્ત્ર અનુસાર જે લોકો પોતાની મંદિરમાં કાસ્ટની મૂર્તિઓ રાખતા હોય તે તમામ લોકો માટે આ પંદર દિવસ મૂર્તિના દર્શન નિષેધ માનવામાં આવ્યા છે.

આ વર્ષે અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડી સ્ટાઇલના વાઘા અર્પણ કરવામાં આવશે. આ રથયાત્રામાં ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાનના વાઘાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલી વાર રથયાત્રા તેના પંરપરાગત માર્ગે નિકળી નહોતી. માત્ર મંદિરના પરિસરમાં જ તમામ ધાર્મિક વિધી સંપન્ન કર્યા બાદ  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથ ફર્યા હતી. અને પ્રતિકાત્મ સ્વરૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Next Article