Rathyatra 2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇને પ્રસાદ માટેની તૈયારીઓ શરૂ

|

Jun 23, 2022 | 11:25 PM

અમદાવાદના રથયાત્રામાં(Rathyatra 2022) મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે. મગ એ આરોગ્યની દ્રષ્ટીએ પૌષ્ટીક છે. શક્તિવર્ધક છે. મામાના ઘરે જાંબુ કેરી ખાતા ભગવાનની આંખો આવે છે બીમાર પડે છે.. બીમારીમાં મગ શક્તિવર્ધક ગણાય છે.

Rathyatra 2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇને પ્રસાદ માટેની તૈયારીઓ શરૂ
Ahmedabad Jagganath Temple
Image Credit source: File Image

Follow us on

અમદાવાદમાં(Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રાના(Rathyatra 2022)ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં જોડાતા ભક્તોને મગનો પ્રસાદ(Prasad)  આપવામાં આવે છે ત્યારે મંદિરમાં મગ સાફ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. બે વર્ષથી કોરોનાકાળમાં બહેનો સેવામાં જોડાઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે અષાઢી બીજના 15 દિવસ પહેલાથી જગન્નાથ મંદિરમાં મગ સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.રથયાત્રામાં મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે. મગ એ આરોગ્યની દ્રષ્ટીએ પૌષ્ટીક છે. શક્તિવર્ધક છે. મામાના ઘરે જાંબુ કેરી ખાતા ભગવાનની આંખો આવે છે બીમાર પડે છે.. બીમારીમાં મગ શક્તિવર્ધક ગણાય છે. તેથી મગના પ્રસાદ પર વિશેષ ધ્યાન અપાય છે. તો રથયાત્રામાં જોડાતા ભક્તો પણ મગનો પ્રસાદ ખાસ લેતા હોય છે.

માલપૂવાના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ શરૂ

આ ઉપરાંત અમદાવાદમાં 145મી જગન્નાથ રથયાત્રાને પગલે માલપૂવાના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ભગવાનને અમાસના દિવસે માલપુવા અને દૂધપાક ધરાવવામાં આવશે. કાળી રોટી અને ધોળી દાળનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે મામાના ઘરેથી આવ્યા બાદ ભગવાનને વિશેષ રીતે માલપૂવા અને દૂધ પાકનો પ્રસાદ ધરાવાશે. ભગવાનને ધરાવ્યા બાદ વર્ષ દરમિયાન માલપૂવા અને દૂધપાક પ્રસાદ તરીકે અપાય છે.

રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન

અમદાવાદ  શહેરમાં 1 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાનેલઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ બે વર્ષ બાદ નીકળી રહેલી રથયાત્રાના પગલે તેની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમજ  શહેર પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે રથયાત્રામાં પોલીસ ડ્રોન સાથે પ્રથમ વખત હેલિકોપ્ટરથી નજર રાખશે. રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન બનાવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ  હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.

Published On - 11:24 pm, Thu, 23 June 22

Next Article