Rasna ના સ્થાપક અરિઝ ખંભાતાને મરણોત્તર પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત, જાણો તેમની કહાણી

|

Jan 25, 2023 | 11:57 PM

રસના ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન અરિઝ ખંભાતાને મરણોત્તર પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને ગુજરાતની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. રસના ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન અરિઝ ખંભાતાનું 85 વર્ષની વયે 19 નવેમ્બર 2022 ના રોજ  નિધન થયું હતું.અરિઝ ખંભાતા  ઘરેલુ પીણાંની બ્રાન્ડ રસનાને 60 દેશોમાં લઈ ગયા હતા

Rasna ના સ્થાપક અરિઝ ખંભાતાને મરણોત્તર પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત, જાણો તેમની કહાણી
Areez Khambatta

Follow us on

રસના ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન અરિઝ ખંભાતાને મરણોત્તર પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  આ તેમને ગુજરાતની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. રસના ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન અરિઝ ખંભાતાનું 85 વર્ષની વયે 19 નવેમ્બર 2022 ના રોજ  નિધન થયું હતું.અરિઝ ખંભાતા  ઘરેલુ પીણાંની બ્રાન્ડ રસનાને 60 દેશોમાં લઈ ગયા હતા. તેવો WAPIZ (વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી)ના પૂર્વ અધ્યક્ષ અને અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ પ્રમુખની સાથે-સાથે ભારતના પારસી ઝોરોસ્ટ્રિયન અંજુમન ફેડરેશનના ઉપપ્રમુખ હતા.

અમદાવાદ પારસી સમુદાયના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા

રસનાના સ્થાપક અને અધ્યક્ષ આરિઝ પીરોજશા ખંભાતાનું અવસાન બાદ રસના ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 85 વર્ષીય ખંભાતાનું શનિવારે નિધન થયું હતું. આરિઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા. રસના ગ્રૂપ અનુસાર ખંભાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સામાજિક સેવાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ પારસી સંસ્થા WAPIZ ના ભૂતપૂર્વ પ્રમુખ અને અમદાવાદ પારસી સમુદાયના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

વેપાર અને સમાજની સેવા દ્વારા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું

ખંભાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સમાજની સેવા દ્વારા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખંબાતા તેમની લોકપ્રિય સ્થાનિક પીણા બ્રાન્ડ રસના માટે જાણીતું નામ છે. આ બ્રાન્ડ દેશમાં 18 લાખ રિટેલ આઉટલેટ્સમાં વેચાય છે. રસના હવે વિશ્વમાં ડ્રાય-કન્સેન્ટ્રેટ સ્વરૂપમાં ઉપલબ્ધ સોફ્ટ ડ્રિંક્સની સૌથી મોટી ઉત્પાદક છે.

ખંભાતા પરિવારે ‘જાફે’ નામની રેડી-ટુ-સર્વ કોન્સેન્ટ્રેટ સોફ્ટ ડ્રિંક્સ કંપનીની સ્થાપના કરી હતી

ફોર્બ્સ પર પ્રકાશિત અહેવાલ મુજબ, 1940 માં, અમદાવાદના ખંભાતા પરિવારે ‘જાફે’ નામની રેડી-ટુ-સર્વ કોન્સેન્ટ્રેટ સોફ્ટ ડ્રિંક્સ કંપનીની સ્થાપના કરી હતી. ‘જાફે’ નારંગીની વેરાયટી ‘જાફા’ પરથી ઉતરી આવેલ નામ છે. પીરોજશા ખંબાટા (એરિઝ ખંબાટાના પિતા) B2B બિઝનેસ મોડલ પર જાફે ચલાવતા હતા.

1976માં જાફેનું બ્રાન્ડ નામ બદલીને રસના કરવામાં આવ્યું હતું.

જ્યારે 1962માં આરિઝ ખંભાતા બિઝનેસમાં જોડાયા ત્યારે તેમણે B2B અને B2C ઉપરાંત કંપનીની કામગીરી શરૂ કરી. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે એક કંપનીનો બીજી કંપની સાથેનો બિઝનેસ. B થી C નો અર્થ ગ્રાહક સાથેનો વ્યવસાય એટલે કે ગ્રાહક સાથે કંપનીનો સીધો વેપાર. B2C સુધી વિસ્તારવા માટે 1976માં જાફેનું બ્રાન્ડ નામ બદલીને રસના કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતના ગૌરવ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ, આ પહેલા પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી થયા હતા સન્માનિત

Published On - 11:41 pm, Wed, 25 January 23

Next Article