Weather Update: અમદાવાદમાં ખેલૈયાઓએ કરવા પડશે Rain Garba? હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી

|

Sep 28, 2022 | 3:27 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે.

Weather Update: અમદાવાદમાં ખેલૈયાઓએ કરવા પડશે Rain Garba? હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી

Follow us on

નવરાત્રિમાં (Navratri 2022) પણ વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટાં ખેલૈયાઓને હેરાન કરી રહ્યા છે ત્યારે અમદાવાદ (Ahmedabad) તેમજ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી છે કે હાલમાં ભારે વરસાદની કોઈ શકયતા નથી પરંતુ આગામી ત્રણ દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદ  થશે. ખાસ તો અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડવાની વકી છે. ઉપરાંત ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી કરવામાં નથી આવી. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સુરતમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને વહેલી સવારથી પીપલોદ, વેસુ, કતારગામ, અડાજણ અને અઠવા ગેટ  જેવા અલગ અલગ વિસ્તારમાં  ધોધમાર વરસાદ થયો હતો. સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે અનેક વિસ્તારોમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા નવરાત્રી આયોજકોમાં ચિંતા વ્યાપી છે. તો સાથે ખેલૈયાઓના ઉત્સાહમાં પણ ચિંતા વધી ગઈ છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ અશતઃ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નવરાત્રીની શરુઆતમાં જ મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.

ગત રોજ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો અને જામનગર, અમરેલી , દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ડાંગ અને તાપીમાં વરસાદ વરસ્યો હતો.  સૌથી પહેલા વાત કરીએ તો જામનગરના કાલાવડ શહેરમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.

અમરેલીના બાબરામાં સતત બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકાના દાત્રાણા, હંજડાપર, લીંબડી, સોનારડી, ખાખરડા, જુવાનપુર, સિધ્ધપુર, રાણ, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોને પાક નુકસાની થવાનો ડર સતાવી રહ્યો છે. આ તરફ ડાંગ અને તાપીમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.

Next Article