Railway news: વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને મળશે સાણંદ સ્ટેશને સ્ટોપેજ

|

Oct 06, 2022 | 10:14 AM

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 05 ઓકટોબર 2022 થી છ મહિના માટે પ્રાયોગિક ધોરણે સાણંદ રેલવે સ્ટેશન પર રોકાણ કરવાનું શુભારંભ કરવામાં આવ્યો છે. જે આ મુજબ છે. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને આગમન પ્રસ્થાનનો સમય સાંજના 19.10/19.12 વાગ્યાનો રહેશે.

Railway news: વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને મળશે સાણંદ સ્ટેશને સ્ટોપેજ
ડબલ ટ્રેકને કારણે ટ્રેન સેવા થશે પ્રભાવિત
Image Credit source: File Image

Follow us on

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું  (Saurashtra Janata Express ) સાણંદ સ્ટેશને રોકાણ કરવાનો નિર્ણય રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.  પશ્ચિમ રેલવે (Western Railway ) દ્વારા મુસાફરોની માગણી અને સુવિધાઓનો ધ્યાનમાં રાખીને વિધાયક સાણંદ કનુભાઈ કે. પટેલ દ્વારા ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 05 ઓકટોબર 2022 થી છ મહિના માટે પ્રાયોગિક ધોરણે સાણંદ રેલવે સ્ટેશન પર રોકાણ કરવાનું શુભારંભ કરવામાં આવ્યો છે. જે આ મુજબ છે. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને આગમન પ્રસ્થાનનો સમય સાંજના 19.10/19.12 વાગ્યાનો રહેશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિગતવાર જાણકારી માટે અહીં જણાવેલી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકો છો.

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (Festival special train ) (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર જાણકારી માટે પ્રવાસીઓ www.enquiry. indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકે છે.

અમદાવાદ અને જબલપુર વચ્ચે ચાલશે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

રેલવે પ્રશાસન દ્વારા દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યાનો વિચાર કરીને અમદાવાદ અને જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (ખાસ ભાડાં પર) કુલ 10 ટ્રિપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રમાણે છે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ટ્રેન નંબર 01703/01704 અમદાવાદ-જબલપુર-અમદાવાદ ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ)

ટ્રેન નંબર 01703 અમદાવાદ-જબલપુર સ્પેશિયલ તારીખ 05 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમદાવાદથી બપોરના 13:55 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 09:35 વાગ્યે જબલપુર પહોંચશે.

એ જ રીતે ટ્રેન નંબર 01704 જબલપુર-અમદાવાદ સ્પેશિયલ 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2022 સુધી દર મંગળવારે જબલપુરથી સાંજે 18:25 વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મક્સી, ભોપાલ, હોશંગાબાદ, ઇટારસી, પિપરિયા અને નરસિંહપુર સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ વર્ગના કોચ રહેશે.

Published On - 9:58 am, Thu, 6 October 22

Next Article