Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો

ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો
Indian Railway
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 10, 2023 | 10:21 AM

અમદાવાદ રેલવે મંડળે એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુધી સઘન ટિકિટ ચકાસણી કામગીરી દરમિયાન દંડની રેકોર્ડ રકમ પ્રાપ્ત થઈ હતી. અમદાવાદ મંડળ દ્વારા જાન્યુઆરી 2023 સુધી ટિકિટ ચેકિંગમાંથી 23.23 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે.ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.

. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરો ને મુશ્કેલી મુક્ત આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ-એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલ 2022થી 31 જાન્યુઆરી 2023 ની વચ્ચે મંડળ દ્વારા રૂ. 23.23 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા 65.30% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ દરમિયાન ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાયની અન્ય ટ્રેનની વિગતો આ પ્રમાણે છે. પશ્ચિમ રેલવે આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આટલી ટ્રેન કરવામાં આવી છે રદ

સાબરમતી-મહેસાણા મહેસાણા-સાબરમતી વિરમગામ-મહેસાણા મહેસાણા-વિરમગામ સાબરમતી-પાટણ પાટણ-સાબરમતી

g clip-path="url(#clip0_868_265)">