અમદાવાદ રેલવે મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની વર્ષ 2022-23ની બીજી  બેઠક મળી

Ahmedabad: અમદાવાદ મંડળ પર વર્ષ 2022-23 માટે રચાયેલી મંડળ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આ બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને અમદાવાદ મંડળ પર ચાલી રહેલી પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતા.

અમદાવાદ રેલવે મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની વર્ષ 2022-23ની બીજી  બેઠક મળી
અમદાવાદ મંડળની બેઠક
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 22, 2022 | 9:53 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વર્ષ 2022-23 માટે રચાયેલી મંડળ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બીજી બેઠકનું આયોજન મંડળ કાર્યાલયમાં આયોજિત કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સેક્રેટરી અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવનકુમાર સિંહે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના ક્ષેત્રથી સંબંધિત લગતી યાત્રી સુવિધાઓ વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને તેમની વ્યાજબી માંગણીઓ અંગે હકારાત્મક ચર્ચા કરી હતી.

સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને અમદાવાદ મંડળ પર ચાલી રહેલી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ સુવિધાઓ મંડળ પર જોવા મળશે. તેમની ન્યાયી માંગણીઓ પર મંડળ દ્વારા તુરંત ઉકેલ લાવવામાં આવશે.

અમદાવાદ મંડળ દ્વારા સિદ્ધિઓ અંગે કરાયા માહિતગાર

આ દરમિયાન પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી અમદાવાદ મંડળ દ્વારા સિદ્ધિઓ વિશે જણાવવામાં આવ્યું કે લક્ષ્ય કરતા પણ વધુ આ વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ નૂર લોડિંગ કર્યું છે. મુસાફરની આવક થઈ છે અને આ સમય દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જેમ કે બમણું વીજળીકરણ અને ડીએફસી અને સ્ટેશનોના પુનઃવિકાસને પણ વેગ મળ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ કામો પૂર્ણ થવા પર અમે અમારા સન્માનિત મુસાફરો અને માલવાહક ગ્રાહકોને વધુ સુવિધાઓ પૂરી પાડી શકીશું.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

સમિતિના સભ્યોએ નવી ટ્રેનો દોડાવવા અંગે ચર્ચા કરી

આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના ક્ષેત્રોની રેલ સમસ્યાઓ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોનું વિસ્તરણ વગેરે પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી હતી. તથા મંડળના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધા પૂરી પાડવા માટે પોતાના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને તેમની ન્યાયી માંગણીઓ પર ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ આયોજિત સભામાં તમામ રાકેશકુમાર જૈન, પારસમલ નહાટા, હિંગોરભાઈ રબારી,દિનેશકુમાર પટેલ, પ્રબોધ મુનવર, મનીષસિંહ ઠાકુર, રમેશભાઈ સુરતી, કાંતિભાઈ પરમાર, શિવરામભાઈ પટેલ, આદિત્યરાજ ઝાલા, જયંતિલાલ પરમાર, મુકેશકુમાર ઠાકોર, કિશોરસિંહ જાડેજા, શાર્દુલ દેસાઈ, અશોકકુમાર જોષી, મોહનભાઈ પટેલ, જીજ્ઞેશ પંડ્યા, રાજેશકુમાર પંચાલ અને મહેન્દ્રકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક અસલમ શેખે મીટીંગમાં હાજરી આપવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">