ગુજરાતભરમાં GSTની ટીમ સાથે ATSના 88 જગ્યાઓ પર દરોડા, કરચોરોમાં ફફડાટ

|

Nov 30, 2022 | 9:28 AM

દરોડાની સાથે  સાથે વિવિધ જિલ્લાની SOG ની ટીમને પણ  ATS દ્વારા કામે લગાડવામાં આવી છે.  ટેક્સ ચોરી મામલે વિવિધ શહેરોમાં ATS અને GSTના દરોડા પાડવામાં આવ્યા છે જેના કારણે કરચોરો ફફડી ગયા છે.  

ગુજરાતભરમાં GSTની ટીમ સાથે ATSના 88 જગ્યાઓ પર દરોડા, કરચોરોમાં ફફડાટ
ATS And GST Raid

Follow us on

આખા ગુજરાતમાં GSTની ટીમ સાથે મળીને   ગુજરાત ATS દ્વારા કુલ  88  સ્થાનો  પર દરોડા પાડવામાં આવ્યા છે.  ગુજરાતના મોટા શહેરો અમદાવાદ,  વડોદરા, સુરત, ભરૂચ ,સહિત નવસારી અને ગાંધીધામમાં પણ GSTની  ટીમ દ્વારા દરોડા પડાવામાં આવ્યા છે અને 44થી વધુ  ડિફોલ્ટરને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ દરોડાની સાથે  સાથે વિવિધ જિલ્લાની SOG ની ટીમને પણ  ATS દ્વારા કામે લગાડવામાં આવી છે.  ટેક્સ ચોરી મામલે વિવિધ શહેરોમાં ATS અને GSTના દરોડા પાડવામાં આવ્યા છે જેના કારણે કરચોરો ફફડી ગયા છે.

નવેમ્બર માસમાં  GST અને ગુજરાત ATS દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો

નવેમ્વિબર મહિનામાં  12 નવેમ્બરના રોજ પણ   ચૂંટણી સમયે જ સ્ટેટ GST અને ગુજરાત ATSએ સપાટો બોલાવવામાં આવ્યો હતો  અને  GST અને ATS દ્વારા  205 સ્થળે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા.   અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓને ત્યાં દરોડા પાડવામાં આવતાં કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. . સ્ટેટ GST અને ATSની 90 જેટલી ટીમોએ રાજ્યના મુખ્ય શહેરોમાં શનિવાર 12મી નવેમ્બરની વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી અને  115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યોમાં વિસ્તર્યા છે

નોંધનીય છે કે GST બોગસ બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યોમાં પહોંચ્યા છે. ત્યારે 24 અને 25 નવેમ્બરના રોજ પણ  GST વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી અને   200 પેઢીને નોટિસ પાઠવી છે.મહત્વનું છે કે GST વિભાગે બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર રાજ્યભરમાં એકસાથે દરોડા પાડ્યા હતા..આ દરોડામાં કરોડોના વ્યવહારો કરીને રૂપિયા 98 કરોડની ITC લીધાનું સામે આવ્યું હતું. GST વિભાગના  સૂત્રોના જમાવ્યા  પ્રમાણે, તપાસ દરમિયાન અધિકારીઓને બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ કરી હતી અને જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અત્યાર સુધી બોગસ બિલિંગના છેડા રાજ્યમાં જ મળી આવતા હતા ,પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે, બોગસ બિલિંગની તપાસ રાજ્ય બહાર સુધી લંબાઇ છે. જેને લઈ GST વિભાગે બોગસ બિલથી ITC લીધી હોય તેવા રાજ્ય બહારના લોકોની યાદી તૈયાર કરી છે. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગાણા, ઝારખંડ, દિલ્લી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકથી પણ બોગસ બિલિંગ ઓપરેટ થતું હોવાનું તપાસમાં આવ્યું છે. જેને લઇને જે તે રાજ્યના GST વિભાગે આ નંબરોની તપાસ કરવા જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં કરેલા વ્યવહારોની તપાસ કરવામાં આવે તો કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચે તેવી શકયતા છે.

Next Article