PSM100: છેલ્લા 30 દિવસથી ચાલી રહેલા પ્રેરણાત્મક મહોત્સવમાં પ્રદર્શન અને નૃત્ય નાટિકાઓનો આજે છેલ્લો દિવસ, આવતીકાલે થશે સમાપન

|

Jan 14, 2023 | 12:49 PM

આજે આ નગરમાં ચાલતા તમામ પ્રદર્શનો , નૃત્ય નાટિકા અને જાગૃતિ કાર્યક્ર્મોનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના અસંખ્ય લોકો આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે અંતિમ દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.

PSM100: છેલ્લા 30 દિવસથી ચાલી રહેલા પ્રેરણાત્મક મહોત્સવમાં પ્રદર્શન અને નૃત્ય નાટિકાઓનો આજે છેલ્લો દિવસ, આવતીકાલે થશે સમાપન
Pramukh Swaminagar Ahmedabad

Follow us on

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાનનો સંદેશ આપતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે આવતીકાલે આ મહોત્સવનું સમાપન થઈ જશે. આજે આ નગરમાં ચાલતા તમામ પ્રદર્શનો, નૃત્ય નાટિકા અને જાગૃતિ કાર્યક્ર્મોનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના અસંખ્ય લોકો આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે અંતિમ દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.

વિવિધ પ્રદર્શનો નિહાળી લોકો થયા જાગૃત

પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રેરણાદાયી આકર્ષણો અને પ્રદર્શનો દ્વારા દેશ વિદેશના લાખો લોકોએ અહીં દર્શન કર્યા છે તેમજ લોકોએ વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ, સામાજિક દાયિત્વ અને રાષ્ટ્રભક્તિના સંદેશને આત્મસાત કર્યો હતો તો ચલો તોડ દે યે બંધન, અને તૂટે હ્યદય તૂટે ઘર સંવાદ દ્વારા હજારો લોકો થયા વ્યસનમુક્તિ અને પારિવારિક શાંતિ માટે થયા નિયમબદ્ધ થયા હતા.

પ્રેરણાત્મક સંદેશ આપતા ગ્લો ગાર્ડન બન્યું પ્રસિદ્ધ

પ્રમુખ સ્વામી નગરમાં બનાવવામાં આવેલું ગ્લો ગાર્ડન એટલે કે પ્રમુખ જયોતિ ઉદ્યાનમાં આવેલી વિવિધ કૃતિઓએ લોકોના મન મોહી લીધા હતા. તે ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ, કલાત્મક સંતદ્વાર, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લા એક મહિનાથી લાખોને પ્રેરક સંદેશ આપી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક મહિના દરમિયાન થઈ વિવિધ ઉત્સવની ઉજવણી

  • 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
  • 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
  • 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
  • 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
  • 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
  • 21 ડિસેમ્બરે સમરસતા દિન
  • 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
  • 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
  • 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
  • 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
  • 28 ડિસેમ્બરે સેવા દિન
  • 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
  • 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
  • 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
  • 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
  • 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
  • 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
  • 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
  • 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
  • 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
  • 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન-2
  • 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના

 

 

Next Article