AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM100 : સાયન્સ સિટી ખાતે આવેલ આવાસ યોજનાનું નામકરણ પ્રમુખસ્વામી નગર કરવાનો AMCનો નિર્ણય

સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે. સાયન્સ સીટી ખાતે આવેલી આવાસ યોજનામાં અંદાજે 1000 ફ્લેટ્સ આવેલા છે અને હવે આ આવાસ પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે.

PSM100 : સાયન્સ સિટી ખાતે આવેલ આવાસ યોજનાનું નામકરણ પ્રમુખસ્વામી નગર કરવાનો AMCનો નિર્ણય
સાયન્સ સિટી ખાતે આવાસ યોજનાનું નામ પ્રમુખ સ્વામી નગર કરવાનો AMCનો નિર્ણયImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 9:36 AM
Share

અમદાવાદમાં તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું સમાપન થયું છે અને હાલમાં અહીં નગરના વાઇન્ડ અપની કામગીરી ચાલી રહી છે. ત્યારે મહોત્સવના અંતે આયોજિત થયેલી સભામાં ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જે જગ્યાએ એક મહિના સુધી સતત નગર ધમધમતું હતું તેની યાદગીરી રૂપે સાયન્સ સિટી ખાતે આવેલ આવાસ યોજનાનું નામ પ્રમુખ સ્વામી મહારાજ આવાસ યોજના કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે. સાયન્સ સીટી ખાતે આવેલી આવાસ યોજનામાં અંદાજે 1000 ફ્લેટ્સ આવેલા છે. અને હવે આ આવાસ પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે.

સ્વયંસેવકોએ અહીં કર્યો હતો નિવાસ

નોંધનીય છે કે શતાબ્દી મહોત્સવમાં કામ કરતા સેવકોને આ આવાસ યોજનાના મકાનો રહેવા માટે આપવામાં આવ્યા હતા. આથી આ ભવ્ય મહોત્સવના આયોજનની સ્મૃતિ રૂપે કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના નામકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

1 મહિનામાં 1.21 કરોડ લોકોએ મહોત્સવની લીધી મુલાકાત

1 મહિનામાં 1.21 કરોડ લોકોએ શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ અપર્ણ કરી હતી. શતાબ્દી મહોત્સવમાં 1.23 લાખ લોકોએ વ્યસન મુક્તિ અને ઘરસભા કરવાના શપથ લીધા. તો રક્તદાન કેમ્પમાં કુલ 56.28 લાખ સીસી બલ્ડ એકત્ર કરાયું જેને ગુજરાતની 15 મોટી બ્લડબેંકમાં જમા કરાવવામાં આવ્યું. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવે અભૂતપૂર્વ મેનેજમેન્ટનું ઉદ્દાહરણ પુરૂ પાડ્યું હતું. જેને સાકાર કરવા માટે અંદાજીત 80 હજાર સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી. ઓગણજ નજીક 600 એકર જમીન પર પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યુ હતું અને અવિસ્મરણીય યાદો સાથે મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો ભવ્ય મહોત્સવ

ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તા. 15મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી ભવ્ય ઉજવણી કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રદર્શન ખંડ સહિત વિવિધ શો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્લો ગાર્ડન પણ ઊભું કરવામાં આવ્યું હતું. આ નગરમાં લાખ્ખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

આ નગરમાં દેશ પ્રેમ અને નાગરિકોની ફરજ દર્શાવતા પ્રદર્શનોથી માંડીને બાળકોને વિવિધ સંદેશ આપતા પ્રદર્શન ખંડો  સહિત ગ્લો ગાર્ડન, બાળનગરી વિસેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા  તો . 25 હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો શતાબ્દી મહોત્સવનું અનોખું આકર્ષણ બન્યો હતો. પ્રમુખસ્વામી નગરમાં 200 પ્રકારના 11 લાખથી વધુ ફૂલછોડ રોપાયા હતા. 17 એકરમાં ભવ્ય બાળનગરીએ અનેક બાળકોને જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ આપી હતી. તો 30 એકરમાં બનાવેલું ગ્લો ગાર્ડન અનેરૂ આકર્ષણ રહ્યું હતું

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">