AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં 24 કલાક ધમધમતી આરોગ્ય સેવાઓ, નગરમાં બે સ્થળોએ આરોગ્યની સહાયની સુવિધા

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ ઉપર બે આરોગ્ય કેન્દ્ર આવેલા છે. અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. આપાત પરિસ્થિતિમાં તાત્કાલિક તેઓને સારવાર મળી શકે એ હેતુથી નગરમાં બે જગ્યાએ આરોગ્ય સહાયની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સહાય કેન્દ્રમાં આપણે જ્યારે દાખલ થઈએ ત્યારે બન્ને બાજુ સંસ્થા દ્વારા સમાજ સેવાના ભાગરૂપે જે મેડિકલ સેવાઓ આપેલી છે

PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં 24 કલાક ધમધમતી આરોગ્ય સેવાઓ, નગરમાં બે સ્થળોએ આરોગ્યની સહાયની સુવિધા
pramukh Swami Nagar Helth Services
Jignesh Patel
| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:44 PM
Share

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ ઉપર બે આરોગ્ય કેન્દ્ર આવેલા છે. અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. આપાત પરિસ્થિતિમાં તાત્કાલિક તેઓને સારવાર મળી શકે એ હેતુથી નગરમાં બે જગ્યાએ આરોગ્ય સહાયની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સહાય કેન્દ્રમાં આપણે જ્યારે દાખલ થઈએ ત્યારે બન્ને બાજુ સંસ્થા દ્વારા સમાજ સેવાના ભાગરૂપે જે મેડિકલ સેવાઓ આપેલી છે તેની માહિતીનું પ્રદર્શન પ્રદર્શિત છે. તેની અંદર સંસ્થાની 7 મોટી હૉસ્પિટલો અદ્યતન સાધન સુવિધાઓથી સજ્જ મુંબઈ, વડોદરા, બોટાદ, અટલાદરા, સુરત, ચાણસદ, અમદાવાદ અને ડભોઈ આ હૉસ્પિટલની માહિતી છે.

સંસ્થાએ  10થી વધારે આરોગ્યલક્ષી પ્રકાશનો પ્રકાશિત કર્યા

અહીં લાભાર્થી દર્દીઓની સંખ્યા 81,16, 540 છે. આ સાથે સાથે ફરતા દવાખાનાઓ 11 મોટરવૉન દ્વારા 133 ગામમાં દર અઠવાડીએ 2800 કિલો મીટર ફરીને નિઃશુલ્ક સેવા આપે છે. એમા આજ સુધીમાં કુલ લાભાર્થીઓની સંખ્યા 56,07,434 છે. આવી સેવા ટુક સમયમાં સંસ્થા દ્વારા રાજસ્થાનમાં પણ ચાલુ થવાની છે. સંસ્થા દ્વાર ડાયગોન્સટિક કેમ્પની શિબિરોનીકુલ સંખ્યા 1277 છે જેમા લાભાર્થીઓની સંખ્યા 2,91000 છે. સંસ્થાએ  10થી વધારે આરોગ્યલક્ષી પ્રકાશનો પ્રકાશિત કરેલ છે જેની 2,80000થી વધુ કૉપીઓનું વિતરણ કર્યુ છે.

1000 હૉસ્પિટલ બેડનું દાન સંસ્થા દ્વારા કરવામા આવ્યુ હતું

આની સાથે સાથે સંસ્થા દ્વારા અત્યાર સુધી ડૉક્ટર્સ મેડિકલ આધ્યાત્મિક પરિષદ 185 કરેલી છે એની અંદર 57,558 તબીબોએ હાજરી આપી હતી અને આની સાથે સાથે મેડિકલ આધ્યાત્મિક વિદ્યાર્થી કોન્ફ્રેન્સ કરી હતી જેમા 4,840 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં કોરાના સહાય કાર્ય આ પ્રમાણે કરેલ છે. 1300થી વધારે ઑક્સીજન કંટેનરનું દાન પણ કર્યુ હતું અને 132 મેટ્રિકટન પ્રવાહી ઑક્સિજનનું પણ દાન કર્યું હતું. અને અટલાદરા હૉસ્પિટલમાં 500 પથારીની સુવિધા કરવામાં આવી હતી. 250થી પણ વધારે હૉસ્પિટલનુંવિવિધ સ્તરે દેશવિદેશમાં સહયોગ આપ્યો હતો. 2 લાખ દર્દીઓને મોબાઈલ દવાખાનાં દ્વારા સહાય કરવામાં આવી હતી. અને 1.80 હજાર પી.પી.ઈ. કીટનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું અને 1000 હૉસ્પિટલ બેડનું દાન સંસ્થા દ્વારા કરવામા આવ્યુ હતું.

અહીં ઉપલબ્ધ નિઃશુલ્કમેડિકલ સેવાનો લાભ પ્રાપ્ત કરવા માટે દર્દીએ ઓ.પી.ડી. વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ ડૉક્ટર અને તેમની ટીમ તેની પ્રાથમિક તપાસ કરશે તેમજ સામાન્ય બિમારી માટે ડોક્ટરશ્રી દ્વારા સૂચિત દવાઓ ત્યાંજ દર્દીઓને નિઃશુલ્ક પ્રાપ્ત થશે. અને ગંભીર અને ઈમરજેંસી કેસમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને મોટી હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. રક્તદાન બંને આરોગ્ય કેન્દ્રમાં સંતો, સ્વયંસેવકો, સદ્ભાવીઓ રક્તદાન કરી શકશે આ રક્તદાનની શરૂઆત 15 ડિસેમ્બરથી થયેલ છે જે 15 જાન્યુઆરી સુધી ચાલશે. અને અત્યારે પ્રતિદિન 250 થી 300 શીશી રક્ત દાન આવે છે.

24આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા

આ  સાથે આ બન્ને આરોગ્ય સહાય કેન્દ્ર ઉપરાંત સ્વયંસેવકોના ઉતારા ઉપર જેમ કે પ્રમુખહૃદય, ભક્તિહૃદય, યોગીહૃદય એ ઉપરાંત અન્ય સ્કીમો કે જેમાં સ્વયંસેવકોના ઉતારા છે એ જગ્યાએ 24આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છેઅને નગરની અંદર 6 ફરતા દવાખાના પણ કાર્યરત છે અને 450 ભાઈઓ તથા બહેનો દ્વારામેડિકલ સ્ટાફ સેવા આપવા માટે ઉપલબ્ધ છે. જેમા એલોપેથિક, આર્યુવેદિક, હોમ્યોપેથિક, ડોક્ટર્સ ઉપરાંત ફાર્મોસ્ટ્રિક, નર્સ સ્ટાફ ડોક્ટરોના સહાયક કંપાઉન્ડર સ્ટાફ ઉપલબ્ધ છે. અહીં સેવા આપનારા ડૉક્ટર્સ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત છે.

પ્રાથમિક તપાસ નાની મોટી બીમારીની સારવાર અંગેનો માર્ગદર્શન અને દવાઓનું સૂચન કરશે

જેમ કે, કાર્ડિઓલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઇન્ટેન્સિવ, ફિઝિયોથેરાપી, ગાયનોલોજિસ્ટ, સર્જન, પીડીયાટ્રીક, ઈએનટી સર્જન, ડેન્ટલ સર્જન, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ આ તમામ નિષ્ણાંત ડોક્ટરો પોતાના ક્ષેત્રના મેજર ઑપરેશન કે તબીબી સારવાર અહીં આપશે તેવું નથી પરંતુ તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોવા છતાં અહીં પ્રાથમિક તપાસ નાની મોટી બીમારીની સારવાર અંગેનો માર્ગદર્શન અને દવાઓનું સૂચન કરશે આમાના અમુક ડોક્ટર કે જે પોતાની હૉસ્પિટલ પણ ધરાવે છે ને જ્યા એમને મળવા માટે દિવસો અગાઉ સમય લેવો પડે છે અને તેઓને પીવા માટેનું પાણી પણ તેમના સહાયકો આપતા હોય એવા ડૉક્ટરો અહીં નગરમાં સેવા ભાવનાથી ખુરશી મૂકવી, દવા આપવી, કેસ કાઢવો, વગેરે તો કરે છે, પરંતુ જયારે આ નગરમાં સહાય કેન્દ્ર બની રહ્ય હતું ત્યારે પણ લાદી ચોટાડવાનું કામ,કાર્યાલય ઊભું કરવામાં જરૂરી તમામ શારીરક સેવાઓ કરવી વગેરે તેઓ ઉત્સાહથી કરતા હતા.

નિષ્ણાત ડોક્ટર હોવા છતાં તેઓ નાઈટડ્યુટી કે ગમે ત્યારે 24 કલાક ઉપલબ્ધ

આકસ્મિક અથવા તો નગરમાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થાય ત્યારે ત્રણ ઇમરજેંસી નંબર ડિસપ્લેમાં સમયઅંતરે પ્રદર્શિત થતા રહે છે જેના નંબર આ મુજબ છે 7069061900, 7069061901, 7069061902 ઉપરાંત કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર સંપર્ક કરી તાત્કાલિક લાભ લઈ શકશે. આ નંબર ઉપર ફોન થતાં જ ત્યાં ઉપલબ્ધ સારવાર સેવા તાત્કાલિક એ દર્દીને સંપર્ક કરીને સારવાર આપવાનું શરૂ કરી દેશે અને જરૂરી ટેસ્ટિંગ પણ નિઃશુલ્ક કરી આપશે. સ્વયંસેવકો અને આવનાર તમામ દર્શનાર્થી માટે તે સેવાતદ્દન ફ્રી રહેશે.

દરેક પ્રકારની બીમારીની તપાસ, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવે છે

અહીં દરરોજ 1થી 2 હજાર લોકો અને 10 ટકા દર્દીને વધુ તકલીફ હોય તેવા પણ અહીં સારવાર માટે આવે છે. અહીં નાની-મોટી દરેક પ્રકારની બીમારીની તપાસ, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવે છે. જો કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી વિભાગમાં દર્દીને સારવાર આપી જે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ માટે અહીં ડૉક્ટરો, નર્સિંગ અને પેરામેડિકલ સહિત કુલ 400-450નો મેડિકલ સ્ટાફ છે. અહીં કેટલાક ડૉક્ટર સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ સેવામાં જોડાયા છે.

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">