PSI ભટ્ટે પર્સ તપાસ્યુ અને હાથે લાગેલા મેમરી કાર્ડે ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીની ‘મેમરી’ને અનફોલ્ડ કરી નાખી, વાંચો ક્રાઈમની TRUE STORY

|

Jun 03, 2022 | 5:58 PM

ભટ્ટને ભરેલુ ટિફિન બંધ કરતા જોઈ તેમના કોન્સ્ટેબલ તુષારદાન ગઢવી બોલ્યાં, ‘કેમ સાહેબ શું થયું?’ પીએસઆઈ ભટ્ટે કહ્યું, યાર દુર્ગેશના હત્યારા વહેલા પકડાવવા જોઈએ..! ગુનેગારની બાતમી ગુનેગારો પાસેથી જ મળે, પૂજારીઓ પાસેથી નહીં! આ તર્કે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો..

PSI ભટ્ટે પર્સ તપાસ્યુ અને હાથે લાગેલા મેમરી કાર્ડે ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીની મેમરીને અનફોલ્ડ કરી નાખી, વાંચો ક્રાઈમની TRUE STORY
TRUE STORY of a Ahmedabad Murder Mystery

Follow us on

True Story: બે દિવસ પછી રમઝાન ઇદ(Ramzan Eid)નો પર્વ હોય બપોરે સામાન્ય દિવસ કરતા બજારમાં ચહલ-પહલ વધારે હતી. બપોરના 12નાં ટકોરે ‘આધેડ’ ઉંમર વટાવી ચુકેલા પિતા પોતાના જુવાનજોધ દિકરાને જ્વેલરી શો રૂમ (Jwellery Show Room)સોંપીને ઘરે જમવા ગયાં. ઘર નજીકમાં જ હોય માંડ પોણા કલાક થયો હશેને જમીને શો રૂમ પર પાછા આવ્યાં. શો રૂમના પગથીયા ચડીને હજુ અંદર પગ મુકે ત્યાં તો વેરવિખેર થયેલી દુકાન અને તેમની જીંદગી પિંખતા નજારાએ તેમનું કાળજું કંપાવી દીધુ. યુવાન દીકરો(Murder) લોહીના ખોબાચિયામાં નિશ્ચેતન થઈને પડ્યો હતો. પોણા કલાક પહેલા જે જીંદગીની જવાબદારીઓ સામે અડીખમ ઉભો હતો તે લોહીના ખાબોચીયામાં ઉહકારો પણ કરતો ન હતો. બાપને ગળે જાણે પળવાર માટે ડૂમો ભરાઈ ગયો. બુમાબુમ થતા આસપડોશના વેપારીઓ દોડી આવ્યાં અને આ કમકમાટી ભરી હત્યાં અને લૂંટ(Loot with Murder)ની ઘટનાની જાણ પોલીસને કરાઈ.

વાત, 7 ઓગષ્ટ  2013ની છે. ઈસનપુરના મીરા સિનેમા રોડ પર આવેલી ચામુંડા જ્વેલર્સના માલિક પ્રવિણભાઈ પ્રજાપતિના 30 વર્ષિય દીકરા દુર્ગેશને કોઈએ ચપ્પાના આડેધડ 32 ઘા મારી ગળું કાપી દુકાનમાંથી 2.63 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ઈસનપુર પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. યુવાન વેપારીની ધોળા દિવસે હત્યા અને લૂંટના ચકચારી બનાવમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ. આ એ સમય હતો કે જ્યારે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીએ અમદાવાદ સહિત ગુજરાતના જ્વેલર્સને ફોન પર ધમકી આપી ખંડણી ઉઘરાવાનું શરૂ કર્યું હતુ. જેના કારણે વિશાલ ગોસ્વામી જેવા ઉત્તર પ્રદેશના આ ગેંગસ્ટરનું નામ અમદાવાદ પોલીસ માટે પણ જાણીતુ બની ગયું હતુ.

પોલીસે વિશાલ ગોસ્વામી દ્વારા હત્યા કરાયાની શંકા વ્યક્ત કરી. જો કે, સાંજ સુધીમાં પોલીસ એ તારણ પર પહોંચી કે, વિશાલ ગોસ્વામી પહેલાં વેપારીઓને ફોન કરી ધમકી આપી ખંડણી માંગે છે. જો વેપારી રૂપિયા ન આપે તો તેમને ડરાવવાં માટે ગોળીબાર કરાય છે અને પછી હત્યા. જો કે, દુર્ગેશ પ્રજાપતિના કિસ્સામાં પહેલા ક્યારેય કોઈ ધમકી ભર્યો કે ખંડણી માટેનો ફોન આવ્યો ન હોય રાત પડતા સુધીમાં તો વિશાલ ગોસ્વામીએ જ્વેલર્સની હત્યા કરી લૂંટ કર્યાની થિયરી અંગેની તપાસ શરૂ કરતાં પહેલાં જ પોલીસે બંધ કરી દીધી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તો પછી વેપારીની હત્યા કોણે કરી? હત્યાનું કારણ તો સ્પષ્ટ હતુ કે, લૂંટ માટે જ હત્યા કરાઈ છે. લૂંટારોએ હત્યા કરી અઢી લાખની લૂંટ કરી હતી. પોલીસે તમામ દિશા અને શંકાકુશંકા સાથે તપાસ શરૂ કરી. અદાવત? કોઈ પ્રેમ પ્રકરણ? અલગ અલગ થિયરી પોલીસ વિચારવા લાગી. સીસીટીવીનો વ્યાપ શહેરમાં હજુ પ્રસર્યો ન હતો. માટે ક્રાઈમ બ્રાન્ચે 12 વાગ્યાથી 12.45 વાગ્યા દરમિયાન વિસ્તારમાં એક્ટિવ તમામ મોબાઈલ ફોનનો ડેટા મંગાવ્યો અને તે દીશામાં તપાસ શરૂ કરાઈ.

આ સમયે ક્રાઈમ બ્રાન્ચમાં નિયુક્ત તત્કાલીન પી.એસ.આઈ. ટી.આર. ભટ્ટ પણ આ ઘટનાને લઈને વધુ બેચેન હતા. તેનું કારણ હતુ કે, તે પણ ઈસનપુરમાં જ રહેતા હતા અને ઘટના તેમના ઘરથી માંડ દોઢેક કિલોમીટર દુર બની હતી. પોતાના ‘હોમ ગ્રાઉન્ડ’ પર બનેલી આ ચકચારી ઘટનાએ તેમને બેચેન કરી નાખ્યા હતાં. મોડી રાત સુધી સતત દુર્ગેશ પ્રજાપતિ હત્યા અને લૂંટ કેસની તપાસમાં વ્યસ્ત રહેલા ભટ્ટ રાતે ઘરે મોડે પહોંચ્યા. બીજા દિવસે સવારે તેમની આંખ દરરોજ કરતા વહેલી ખુલી ગઈ અને આંખ સામે ફરી દુર્ગેશની હત્યાની ઘટના દ્રશ્યમાન થવા લાગી. તે આ વિચારોથી સ્વસ્થ્ય થવા ચાના ટેબલ પર બેઠા અને અખબાર ખોલ્યાં. પહેલુ પાનું ઉથલાવતાં જ સામે દુર્ગેશ પ્રજાપતિની હત્યા અને લૂંટના સમાચાર હતા. વચોવચ તેનો એક ફોટો પણ છપાયો હતો.

PSI તરલ ભટ્ટ માત્ર એક વાંચક ન હતા, તેમના પર આ ગુનાનો ભેદ ઉકેલવાની જવાબદારી પણ હતી. તેમણે ફરી આખા સમાચાર વાંચ્યા અને તેમાં છપાયેલી દુર્ગેશની પારિવારીક સ્થિતિ પણ જાણી. બીજી તરફ ઈદનો તહેવાર હોય અને વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોની વસ્તી વધુ હોય ઇસનપુર પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત બનતા હવે આડકતરી રીતે પણ આ ગુનાનો ભેદ ઉકેલવાની જવાબદારી માત્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જ રહી હતી. ક્રાઇમ બ્રાન્ચ જ આ ગુનાનો ભેદ ઉકેલશે તેવી આશા ઘટનાનું રિપોર્ટીંગ કરતા પત્રકારો પણ વ્યક્ત કરતા હતા. તેનું કારણ ક્રાઇમ રિપોર્ટીંગ કરતા પત્રકારો ડીસીપી હિમાંશુ શુક્લાની કાર્યપધ્ધતીથી વાકેફ હતા. તેમણે ‘વર્કોહોલીક પોલીસ’ની ન માન્યામાં એવી છાપ ક્રાઈમ બ્રાન્ચની ઉભી કરી હતી. જેમાં તેમણે અશક્ય હોય તેવા ડિટેક્શન પણ બિજા રાજ્યમાં સફળતા પૂર્વક પાર પાડ્યાં હતા. આ હત્યા તો શહેરની જ હતી માટે તેમની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનો ઉકેલી નાંખશે તે સર્વસ્વિકૃત બાબત બની ગઈ હતી. પણ ક્યાંરે ઉકેલાશે? તે સવાલ યથાવત હતો.

ઘટનાનાં 24 કલાકમાં સંખ્યાબંધ ફોનનું એનાલીસીસ કરીને પણ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓનું ‘પગેરું’ મેળવવામાં હજુ સફળ થઈ ન હતી. પીએસઆઈ ભટ્ટ પણ આ જ તપાસમાં હતા. તેમણે પણ ઓફિસે આવીને પહેલાં ટેક્નિકલ સર્વેલન્સમાં હાથ અજમાવ્યો. ભટ્ટ આ સમયે ક્રાઈમ બ્રાન્ચમાં સૌથી વધુ ટેક્નોસેવી મનાતા હતા. બપોરે જમવાનો સમય થયો અને ભટ્ટે ટિફિન ખોલતા જ ફરી તેમને દુર્ગેશની હત્યાનો સમય યાદ આવી ગયો. કારણ આ જ સમયે તેની હત્યા થઈ હતી. ભટ્ટે ટિફિન બંધ કરી દીધુ. જાણે તે હત્યારાઓને પકડવાના સંતોષથી જ પોતાની ભુખ સંતોષવા માંગતા હતા.

ભટ્ટને ભરેલુ ટિફિન બંધ કરતા જોઈ તેમના કોન્સ્ટેબલ તુષારદાન ગઢવી બોલ્યાં, ‘કેમ સાહેબ શું થયું?’ પીએસઆઈ ભટ્ટે કહ્યું, યાર દુર્ગેશના હત્યારા વહેલા પકડાવવા જોઈએ..! ટિફિન ટેબલ પર જ છોડીને ભટ્ટ સ્ટાફ સાથે હત્યાના વિવિધ મુદ્દે ચર્ચા કરવા લાગ્યાં. આ મુદ્દે વિવિધ શક્યતાઓની ચર્ચા કરવાનું કારણ એ પણ હતુ કે, ટેક્નિકલ સર્વેલન્સથી હજુ સુધીમાં આરોપીની ભાળ મળે તેવો એક પણ પુરાવો મળ્યો ન હતો. માટે ભટ્ટ અને તેમનો સ્કવોડ ‘ક્રિમિનોલોજિ’ ની ચર્ચા કરવા લાગ્યા. ચર્ચા હતી કે, ઈદ આવે છે…! ઈદનો તહેવાર ઉજવવા કે તે પછી આવતી દિવાળી મનાવવા કોઈએ લૂંટનો પ્લાન ઘડી હત્યા કરી હશે?

પોલીસની આ ચર્ચા કદાચ સામાન્ય લોકો માટે ‘ટાઈમ પાસ’થી વધુ કંઈ ન હોઈ શકે. પણ પોલીસનો તર્ક હોય છે કે, સિઝન પ્રમાણે ગુના બનતા હોય છે. જેમ કે શિયાળા કરતા ઉનાળામાં ચેઈન સ્નેચિંગ વધુ થતાં હોય છે. તેનું કારણ શિયાળામાં મહીલાઓ ઓઢિને ફરતી હોય છે. હોળી-ધૂળેટી પહેલા ઘરફોડ ચોરીના બનાવો વધુ બને છે. તેનું કારણ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો ક્યારેક વતન જતી વેળા ‘હાથ સાફ’ કરતા હોય છે. ઈદ કે દિવાળીના તહેવાર માટે લૂંટનો તર્ક પોલીસને પણ મજબૂત લાગવા લાગ્યો. બીજો તર્ક હતો કે, જો કોઈએ તહેવાર ઉજવવા જ લૂંટ કરી હોય તો તે ચોક્કસ સ્થાનિક જ હોવો જોઈએ. આરોપી બીજા શહેર કે જિલ્લામાંથી લૂંટ કરવા ન આવે, કારણ કે તે તહેવાર ઉજવવા માટે રૂપિયા ભેગા કરવા પોતાની પાસેના રૂપિયા ન વેડફી નાંખે. એટલે કે હત્યારા ઈસનપુર કે આસપાસના જ હોવા જોઈએ..! આવા અનેક તર્ક સાથે તપાસ હવે સ્થાનિક વિસ્તાર પુરતી સીમિત કરીને આગળ વધારાઈ.

પોલીસ ગુનેગારોની બાતમી મેળવવા સામાન્ય રીતે વિસ્તારના દારૂ-જુગારના સ્ટેન્ડ પર જઈને માહિતી મેળવતી હોય છે. તેનું કારણ ગુનેગારોની માહિતી ગુનેગારો પાસેથી જ મળે પૂજારી પાસેથી નહીં તેવો તર્ક પોલીસ માટે વર્ષોથી સચોટ અને અસરકાર રહ્યો છે. કોન્સ્ટેબલ તુષારદાન ગઢવી તે રાતે વિસ્તારમાં અગાઉ ‘પાવડર’ (ચરસ સહિતના નશીલો પદાર્થ) વેચતા હોય તેવા જુના ગુનેગારોનો સંપર્ક કર્યો. અલગ અલગ પ્રશ્નોના મારા વચ્ચે તુષારદાનને જાણવા મળ્યું કે, તે રાતે વિસ્તારના પાંચ જણાએ નશો થોડો વધારે કર્યો હતો. તુષારદાનનાં મગજમાં વીજળીવેગે એક વિચાર ફરી ગયો કે ‘કડકા’ઓ પાસે નશો કરવાના રૂપિયા ક્યાંથી આવ્યાં? ક્યાંય હાથ માર્યો છે? તેમણે તાત્કાલીક પાંચેયની માહિતી મેળવીને રાતોરાત શંકાના આધારે તેમને ઉઠાવીને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યાં.

રાતે સિનિયર અધિકારીઓની ગેરહાજરીના કારણે કોઈએ પુછપરછ ન કરી. બીજા દિવસે સવારે ટી.આર ભટ્ટ ઓફિસ આવ્યાં ત્યારે સ્ટાફે તેમને પાંચ નશાખોરોની વાત કરી. પાંચેય હત્યાની રાતે વધુ નશો કરી ગયાની વાત કરી શંકા વ્યક્ત કરી કે નક્કી ક્યાંક હાથ માર્યો હશે..! પાંચેયની ‘સરભરા’ સાથે પુછપરછ શરૂ કરાઈ. આ સરભરા સમયે પાંચેયના પર્સ, પટ્ટા, મોબાઈલ બહાર કાઢીને ટેબલ પર મુકાવ્યાં હતા. આકરી તપાસ દરમિયાન ફરતા ફરતા પીએસઆઈ ભટ્ટે પાંચેયના પર્સ તપાસવા લાગ્યાં. જેમાંથી એકના પર્સમાંથી એક મોબાઈલનું મેમરી કાર્ડ મળ્યું. સામાન્ય કિપેડ વાળા ફોનમાં મેમરી કાર્ડ? આ વિચારે ભટ્ટને અચરજમાં મુક્યાં. તેમણે કાર્ડમાં શું છે? તે જાણવા તેમના કોમ્પ્યુટર ડિવાઈસમાં કાર્ડ લગાવ્યું અને ઓપન કર્યું.

પીએસઆઈ ભટ્ટની કલ્પના બહાર કોમ્પ્યુટર પર આગલા દિવસે સવારે મૃતક દુર્ગેશનો જે ફોટો છાપામાં જોયો હતો તે જ ફોટો કોમ્પ્યુટર સ્ક્રિન પર ખુલ્યો. ભટ્ટ ક્ષણવાર માટે તો સ્તબ્ધ બની ગયાં. તેમણે પાંચ પૈકી જેના પર્સમાંથી કાર્ડ મળ્યું તેને બોલાવ્યો અને સીધો જ સવાલ દુર્ગેશની હત્યાનો કરી દીધો. પી.એસ.આઈ ભટ્ટના આત્મવિશ્વાસ સામે આરોપી સુહેલખાન ભાંગી પડ્યો અને તેણે હત્યાનો ગુનો કબુલી લીધો. તેણે કહ્યું કે, ઈદનો તહેવાર આવતો હોય મોજમસ્તીના રૂપિયાની જરૂર હતી. ચામુંડા જ્વેલર્સના શેઠ નાણાંધીરધારનો વેપાર કરતા હોય અગાઉ પણ તેમની પાસેથી રૂપિયા લીધા હતા.

7મી તારીખે બપોરે ફરી પૈસા લેવા અફઝલ સાથે ગયો ત્યારે દુર્ગેશ એકલો જ શો રૂમમાં હતો. તેને જોઈને તાત્કાલીક હું અને અફઝલ પાછા વળી ગયાં અને દુર્ગેશને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો. પણ દુર્ગેશ અમને ઓળખતો હતો, એટલે જો ખાલી લૂંટ કરીએ તો તે પોલીસમાં ફરિયાદ કરીને અમને પકડાવી દેશે તેવો ડર હતો. માટે અફઝલના ઘરે ગયાં અને ત્યાંથી ચપ્પુ લાવી હત્યા કરીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે સુહેલ અને અફઝલ એમ બન્નેની ધરપકડ કરી લૂંટેલી મત્તા પરત મેળવી અને આ હત્યા કેસ એક તર્ક પરથી ઉકેલી કાઢ્યો હતો.

Next Article