બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે, અમદાવાદના ધોરણ 10ના 45 હજાર વિદ્યાર્થીઓ માટે આયોજન
ધોરણ 10માં મહત્વના ગણાતા વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે.

આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરની 600 જેટલી શાળાના 45 હજારથી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપશે.
ધોરણ 10માં મહત્વના ગણાતા વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે. જેની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે, વિદ્યાર્થીઓની હોલ ટિકિટ, વિદ્યાર્થીઓની શાળામાં પરીક્ષા આપતા સમયે વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરીને પ્રવેશ આપવામાં આવશે.
આ ઉપરાંત પરીક્ષા આપતા સમયે ઉત્તરવહી બારકોડ સહિતની તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત થાય. ગયા વર્ષે પણ કચેરી દ્વારા પ્રિબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
પ્રિલિમ પરીક્ષા બાદ જો જરૂર પડે વધુ એક પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં પ્રિ-બોર્ડ એકઝામ તરીકે લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને વધારે મુહાવરો થાય આ ઉપરાંત કચેરીને ધોરણ 10ની માફક 12મા ધોરણના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવા માટે પણ રજૂઆત મળી છે. જેથી તેનું પણ આયોજન કરવામાં આવી શકે છે.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આવે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પરીક્ષા અંગે જણાવ્યું કે પ્રથમવાર પરીક્ષા આપતા ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઈ ડર જોવા મળતો હોય છે. આ સંજોગોમાં એમને બોર્ડ પરીક્ષા જેવો જ માહોલ આપી આત્મવિશ્વાસ જાગે એવા પ્રયત્નના ભાગરૂપે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેને એકમ કસોટી સાથે ફેબ્રુઆરી મહિનામાં જ લેવામાં આવશે. આ સિવાય અમદાવાદની 30 ટકા કરતા ઓછા પરિણામવાળી શાળાઓનું પરિણામ સુધરે એ પણ એક આશય છે.
આ પણ વાંચો અમદાવાદ: CMના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ, ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની શરૂઆત