બિસ્માર રસ્તા, ભુવા રાજ, ખાડા રાજ અને પારાવાર ટ્રાફિકની સમસ્યાથી શેલા વિસ્તારના રહીશો પરેશાન, અનેક રજૂઆતો બાદ પણ તંત્ર નીંદ્રાધીન- Video

|

Aug 13, 2024 | 3:51 PM

અમદાવાદના ન્યુ ડેવલપ(?) વિસ્તાર કહેવાતા શેલા વિસ્તારના રહીશો છેલ્લા 2 મહિનાથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન છે. ઉબડ ખાબડ રોડ, મસમોટા ભુવાને કારણે એક સાઈડનો રોડ છેલ્લા બે મહિનાથી બંધ અને પારાવાર ટ્રાફિકને કારણે શેલામાં રહેતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતા અને હાઈકોર્ટની ફટકાર બાદ પણ આ વિસ્તારના લોકોની સમસ્યા હલ થઈ નથી.

ચોમાસાની શરૂઆતથી અમદાવાદના શેલા વિસ્તારમાં મસમોટો ભુવો પડ્યો છે. આ વિશાળકાય ભુવાને કારણે શેલા વિસ્તામાં પ્રવેશવા માટેનો બંને તરફનો મુખ્ય માર્ગ એકસાઈડથી બંધ કરી દેવાયો છે. જેના કારણે પારાવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આટલુ ઓછુ હોય તેમ સમગ્ર રોડ ખાડાગ્રસ્ત બન્યો છે. વિકાસના દાવા વચ્ચે અમદાવાદમાં લોકોને સારા રસ્તા માટે પણ વલખાં છે. ન્યૂ ડેવલપ વિસ્તાર મનાતા શેલામાં વિકાસ જાણે “ખાડા”માં ગરક હોય તેવી સ્થિતિ છે.

સ્માર્ટ સિટી અમદાવાદ ખરાં અર્થમાં કેટલું સ્માર્ટ છે તે જોવું હોય તો “શેલા”માં પહોંચવું પડે. શહેરના આ સૌથી વિકસિત એરિયામાં વાહન ચલાવવું એટલે જાણે માથાનો દુ:ખાવો અને આ સ્થિતિ કેમ છે. તેની સાબિતી તો અહીંના આ રસ્તા જ આપી રહ્યા છે. સમ ખાવા પૂરતો એક સારો રસ્તો મળવો મુશ્કેલ છે.પરંતુ, અહીં સૌથી કફોડી સ્થિતિ તો છે ઓર્કિડ સ્કાયના અને તેની આસપાસ રહેતા રહિશોની છે.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

30 જૂનના રોજ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો. અને આ વરસાદમાં શેલાના રસ્તા કઈ હદે ધોવાયા. તે તો આખા ગુજરાતે જોયું. એ મહાકાય ભૂવો પડ્યો હતો. તે જગ્યાએ તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરાયું હતું. પરંતુ, એ સમારકામ હજુ ચાલું જ છે. લગભગ 45 દિવસ જેટલો સમય વિતી ચૂક્યો છે. પરંતુ, કામ પૂરું થયુ નથી. દૂર દૂર સુધી કોઈ જ અણસાર નથી વર્તાઈ રહ્યો.

 

છેલ્લાં બે મહિનાથી શેલાથી એસપી રિંગરોડને જોડતો મુખ્ય રસ્તો ભૂવાના કારણે બંધ છે. જ્યારે બીજા રસ્તા તરફ એ હદે ટ્રાફિક જામની સમસ્યા છે કે લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. એમાં પણ રાતના સમયે તો લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. સમયસર ઘરે કેમ પહોંચવું. તે સૌથી મોટો પ્રશ્ન છે. ઓર્કિડ સ્કાયના 650 ફ્લેટ ધારકોની સ્થિતિ કફોડી બની છે. સ્કૂલ બસો પણ. હાલ તો ફ્લેટ સુધી નથી આવી રહી. તંત્ર દ્વારા કોઈ જ કામ ન કરાઈ રહ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ન માત્ર ફ્લેટના રહિશો પરંતુ, 150 જેટલાં દુકાનધારકો પણ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. બિસ્માર રસ્તાને લીધે દુકાનોમાં કોઈ ગ્રાહક આવી જ નથી રહ્યા અને એટલે જ તેમના માટે તો. જાણે પડતા પર પાટું જેવી સ્થિતિ છે. પીડા લોકોના અવાજમાં વર્તાઈ રહી છે. પરંતુ, તંત્રના બહેરા કાને આ અવાજ ક્યારે સંભળાશે અને સંભળાશે પણ કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article