જોવા મળ્યો Policeનો માનવીય ચહેરોઃ પોલીસ દ્વારા ખોટી રીતે કનડગત પામેલા વિદ્યાર્થીઓની પોલીસે જ કરી આગતાસ્વાગતા

|

May 19, 2022 | 10:29 PM

સામાન્ય રીતે લોકો પોલીસથી દૂર રહેતા હોય છે અથવા તો પોલીસ(Police)ની ખોટી કનડગતની ફરિયાદ કરતા હોય છે, પરંતુ પોલીસ બેડા દ્વારા એક નવીન અભિગમ હાથ ધરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જ ખોટી કનડગત પામેલા લોકોને મુસીબતમાંથી બહાર લાવવા પગલાં પણ લેવામાં આવે છે.

જોવા મળ્યો Policeનો માનવીય ચહેરોઃ પોલીસ દ્વારા ખોટી રીતે કનડગત પામેલા વિદ્યાર્થીઓની પોલીસે જ કરી આગતાસ્વાગતા

Follow us on

અમદાવાદના મણિનગર પોલીસ (Ahmedabad Police) બાદ હવે ઓઢવ પોલીસે પણ પોતાની ઉત્તમ ફરજ બજાવતા પોલીસ દ્વારા જ ખોટી રીતે હેરાનગતિ પામેલા વિદ્યાર્થી વાહનચાલકોને સમસ્યામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લોકો પોલીસથી દૂર રહેતા હોય છે અથવા તો પોલીસ (Police)ની ખોટી કનડગતની ફરિયાદ કરતા હોય છે, પરંતુ પોલીસ બેડા દ્વારા એક નવીન અભિગમ હાથ ધરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જ ખોટી કનડગત પામેલા લોકોને મુસબતમાંથી બહાર લાવવા પગલાં પણ લેવામાં આવે છે.

શું હતી સમગ્ર ઘટના?

સમગ્ર ઘટના એવી હતી કે 18મી મેના રોજ દાહોદ જિલ્લાના પંકજભાઈ તેમની ગાડીમાં સંબંધી વિદ્યાર્થીઓને લઈને ચિલોડા ખાતે એડમિશન લેવા માટે લઈ જતા હતા. તે દરમિયાન ઓઢવ વિસ્તારમાં ચેકિંગ પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ તેમને ચેકિંગના બહાને રોક્યા હતાં. પોલીસે પંકજભાઈ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા. કાગળો તેમજ અન્ય દસ્તાવેજો બતાવવા છતાંય પોલીસે દંડ પેટે 10 હજારની માંગ કરી હતી તે ઉપરાંત ગાડીમાં સવાર લોકો પાસેથી પણ બળજબરી પૂર્વક 6 હજાર રૂપિયા પણ કઢાવ્યા હતા. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી પાસે પહોંચતા તથ્ય તપાસી ઓઢવ પોલીસ મથકના વિજયસિંહ, દીપકસિંહ તેમજ હોમગાર્ડ મેહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટના બાદ પોલીસે પોતાની છાપ સુધારવા માટે સમગ્ર કાગળ ચકાસ્યા બાદ હેરાનગતિ પામેલા લોકો પ્રત્યે માનવીય અભિગમ દર્શાવ્યો હતો અને સંબંધિત પોલીસ સામે પગલા લેવાની કામગીરી કરી હતી. સાથે જ ગાડીમાં જે વિદ્યાર્થીઓ હતા તેઓ પલીસ પ્રત્યે નકારાત્મક છબી લઈને ન જાય તે માટે દરેક બાળકને પુષ્પગુચ્છ આપીને પોલીસ અધિકારીઓ સાથે ભોજન પણ કરાવ્યું હતું. તેમજ દરેક બાળકને સન્માનિત પણ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પોલીસ જવાનો આરોપીઓ વિરૂદ્ધ કડક છાપ ધરાવે છે તેટલી જ નિર્દોષ લોકો માટે કોમળ હ્દય ધરાવે છે. તે છબી આ ઉદાહરણ દ્વારા જોવા મળી હતી. આમતો અત્યારના સમયમાં પોલીસ કોઈને કોઈ રીતે બદનામ થયેલી જોવા મળતી હોય છે. પોલીસની આવી નકારાત્મક છબીને સુધારવા આજે પણ ઉચ્ચ અધિકારીઓ અને અનેક કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે તો પણ જાણે કે સારા કામમાં બાધા નાખવા અમુક કર્મચારીઓ પ્રયત્નશીલ હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે.

તાજેતરમાં જ અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ખોટી રીતે દારૂના કેસમાં હેરાન કરવા અને પૈસાની પડવ્યાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને મળી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરીથી આવી જ એક ઘટના ઓઢવ પોલીસ મથકમાં બની હતી. જેનો પોલીસ દ્વાસા સુખદ ઉકેલ લાવીને ઉમદા ઉદાહણ  રજૂ કરવામાં આવ્યું હતું.

Next Article