Rathyatra 2022 : રથયાત્રા પહેલા પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

|

Jun 28, 2022 | 2:18 PM

રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને સુરક્ષા (Ahmedabad Police) વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

Rathyatra 2022 : રથયાત્રા પહેલા પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ
Police rehearsal for Rathyatra

Follow us on

Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Jagannath Rathyatra)  માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા (Ahmedabad Police) વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું(Harsh Sanghavi)  સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.

આ રૂટ પણ નીકળશે જગન્નાથજીની રથયાત્રા

અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2022) વહેલી સવારે 7 વાગે નિકળી જતી હોય છે, જે રથયાત્રામાં જમાલપુરથી ખમારા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ

તેવામાં આ રૂટ પર વાહનોની અવરજવર રથયાત્રાનાં સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવે છે. તેથી વાહનચાલકોને અન્ય રૂટ (Rathyatra Route) પરથી પસાર થવાનું રહેશે.આ રૂટ પર નો પાર્કિંગ ઝોન(NO Parking Zone) પણ જાહેર કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.

રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

 

Published On - 1:28 pm, Tue, 28 June 22

Next Article