AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિમ કાર્ડ સ્વેપ કરી છેતરપિંડી કરવાના ગુનામાં વટવા પોલીસે ગેંગનો પર્દાફાશ કરી ખાનગી કંપનીના મેનેજરની કરી ધરપકડ

દિવસે ને દિવસે ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે તેમજ છેતરપિંડી માટે અવનવા પેંતરાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે વટવા પોલીસે સિમ સ્વેપ કરી બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરતી ગેંગનો પર્દાફાશ કરી કંપનીના મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: સિમ કાર્ડ સ્વેપ કરી છેતરપિંડી કરવાના ગુનામાં વટવા પોલીસે ગેંગનો પર્દાફાશ કરી ખાનગી કંપનીના મેનેજરની કરી ધરપકડ
સિમ કાર્ડ સ્વેપ કરી છેતરપિંડી કરવામાં ગુનામાં વટવા પોલીસે ખાનગી કંપનીના મેનેજરની ધરપકડ કરી
Darshal Raval
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:26 PM
Share

શહેરમાં દિવસે ને દિવસે ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. તેમજ છેતરપિંડી માટે અવનવા પેંતરાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે વટવા પોલીસે સિમ સ્વેપ કરી બેન્ક ખાતા માંથી નાણાં ટ્રાન્સફર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સાથે વટવા પોલીસે કંપનીના મેનેજર અભિષેક ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વટવા પોલીસને ઘોડાસરના ધીરજ અડીયોલે ફરિયાદ કરી હતી કે તેના બેન્ક ખાતાની વિગત મેળવી બાદમાં બેન્ક સાથે લિંક મોબાઈલ નંબરનો સિમ નંબર મેળવી તેની સાથે લિંક અન્ય બેન્ક એકાઉન્ટની ડોટેઇલ મેળવી તેમાંથી નાણાં 9.96 લાખ ઉપાડી લીધા. ફરિયાદીએ વટવા પોલીસ સ્ટેશનમાં કરેલી આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે કેટલાક શખ્સો સિમ સ્વેપ કરી બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી રહ્યા છે. જેની એક ગેંગ સક્રિય છે. જે કેસમાં તપાસ કરતા સીમ સ્વેપ કરી બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતી ગેંગની હરીયાણા – ગુડગાંવ ખાતેની સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપની હોવાનું સામે આવતા વટવા પોલીસે હરિયાણા જઈને કંપનીના મેનેજર અભિષેક દિલીપ મહેન્દ્ર ચૌધરીની ધડપકડ કરી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

કઈ રીતે ગેંગનો થયો પર્દાફાશ

પોલીસને ફરિયાદ મળતા પોલીસે અધિકારીના સૂચન પ્રમાણે ટિમો બનાવી સર્વેલન્સ શરૂ કર્યું. જે ગુનાના કામે તપાસ કરતા વટવા પોલીસ ફરીયાદીના ફ્રોડના પૈસા સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના એક્ષીસ બેન્કમાં ટ્રાન્સફર થયેલ હોવાનુ જણાઇ આવતા એક ટીમ બનાવી હરીયાણા ગુડગાવ ખાતે મોકલી આપી હતી.

પ્રાથમિક તપાસ કરતા સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના ખાતામાં અલગ-અલગ 15થી વધુ ખાતામાંથી ટ્રાન્સફર થઈને આવેલા હોવાનુ જણાઈ આવતા કંપનીના મેનેજર અભિષેક દિલીપ ચૌધરીની અટક કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસમાં જણાઈ આવ્યુ કે સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપની અન્ય સેવાઓ જેવી કે પે.ટી.એમ. અને મોબીક્વીક, જેવી સેવાઓ પે વોલેટ એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન તથા કેસ પેમેન્ટથી ટ્રાજેક્શન થાય છે. જેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

અભિષેકની તપાસ કરતા સામે આવ્યુ કે, તેના મોબાઈલમાં માત્ર વટવા જ નહીં પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારો સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં થયેલી 70થી વધુ છેતરપિંડીના રૂપિયા આ જ ખાનગી કંપનીના એકાઉન્ટમાં જમા થયાં હતાં. જેની સાથે અલગ અલગ બેંકની નોટીશો પણ મળી આવી છે. જેથી હવે આ ગુનામાં કંપનીના સીઈઓ પ્રવિણ ધવલની પણ પુછપરછ હાથ ધરી છે. સાથે જ સીમ સ્વેપ કરનાર આરોપી રામાશંકરનુ નામ સામે આવ્યુ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. તેમજ કંપનીના અલગ અલગ 8 બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યા છે જેના વ્યવહારોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

એટલું જ નહીં પણ પોલીસે સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર પ્રસાદ ચાંદ જૈન તેમજ નીતેશ રમેશ દામાણી, મીતુલ રમેશ દામાણી, પ્રવીણ ધાબાઈ અને લલીત બફાના તથા ફરીયાદીના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરનાર રમાશંકરની વધુ તપાસ શરૂ કરી  છે. તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ ભોગ બન્યું છે કે કેમ અને ગેંગ કેટલા સમયથી સક્રિય છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે.

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ

આ પણ વાંચોઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ: હત્યારાઓને ફાંસીની માગ સાથે રાજકોટમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">