ગુરુપૂર્ણિમાઃ PM Modiએ તેમની સ્કૂલના 27 શિક્ષકો માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરી તમામનું સન્માન કર્યું હતું

તે સમયે ગુજરાતના ગવર્નર તરીકે નવલકિશોર શર્મા હતા. જે આ કાર્યક્રમના અધ્યક્ષ હતા. તેમણે તે કાર્યક્રમમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ ગુરુજનોનું સ્વાગત સન્માન કરવાના જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેવુ તેમણે સમગ્ર દેશમાં પહેલાં ક્યારેય જોયું નથી કે આવા કાર્યક્રમ વિશે સાંભળ્યું નથી.

ગુરુપૂર્ણિમાઃ PM Modiએ તેમની સ્કૂલના 27 શિક્ષકો માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરી તમામનું સન્માન કર્યું હતું
PM Modi honored 27 teachers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:08 PM

આજે ગુરુપૂર્ણિમા (Gurupurnima)  ના દિવસે શિષ્ય પોતાના ગુરુનું વંદન કરીને તેના આશીર્વાદ (Blessings) મેળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ પોતાના તમામ શિક્ષકોને પોતાના ગુરુ માને છે અને ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી (CM) બન્યા બાદ પણ તેમનો ગુરુ પ્રત્યેનો આદર અકબંધ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2005માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની સ્કૂલ (School) ના જે ટીચર (Teacher) હતા તેમના માટે એક જાહેર પ્રોગ્રામ રાખ્યો હતો. તેમાં 27 શિક્ષકોને બોલાવ્યા હતા. દરેક ટીચરની સામે જઈ તેમને નામથી સંબોધન કરીને પ્રણામ કરીને ખેસ પહેરાવીને તમામ ગુરુજનોનું સન્માન કર્યું હતું. આ એક અભુતપૂર્વ ઘટના હતી. આવું દેશમાં આ પહેલાં કોઈએ કર્યું નહોતું. તે સમયે ગુજરાતના ગવર્નર તરીકે નવલકિશોર શર્મા હતા. જે આ કાર્યક્રમના અધ્યક્ષ હતા. તેમણે તે કાર્યક્રમમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઈએ ગુરુજનોનું સ્વાગત સન્માન કરવાના જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેવુ તેમણે સમગ્ર દેશમાં પહેલાં ક્યારેય જોયું નથી કે આવા કાર્યક્રમ વિશે સાંભળ્યું નથી. આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કૂલ સમયના શિક્ષક સોમાભાઈ પટેલે આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેના શિક્ષક પ્રત્યેનો આદર ગત 10 જૂનના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ તેઓ તેના એક શિક્ષને સામેથી મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તેમની સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાઈક છે. પ્રધાનમંત્રીએ પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કર્યાં હતાં. જ્યારે તેમના સ્કૂલ સમયના સ્કૂલના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપી રહ્યા છે. પીએમ મોદીના શિક્ષક જગદીશ નાઈક વડનગરમાં તેમની શાળાના શિક્ષક હતા. જે મોદીને વડનગરમાં ભણાવતા હતા.

આ પણ વાંચો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">