વર્લ્ડ કપની ફાઈનલ જોવા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ ઉપસ્થિત
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ચુક્યા છે. પીએમ મોદી પર પણ આજે વર્લ્ડ કપનો ફિવર જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના ચુરુ અને ઝુંઝુનુંમાં પીએમ મોદી ચૂંટણી સભા સંપન્ન કરી અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી રાજભવન ગયા હતા. રાજભવનથી પીએમ મોદી સીધા સ્ટેડિયમ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવ્યા છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા પીએમ મોદી સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળતા જોવા મળ્યા., આ દરમિયાન તેમની બાજુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીઅમ રિચાર્ડ માર્લેશ પણ સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા.
પીએમ મોદી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં હતા. ત્યાં તેમણે ચુરુ અને ઝુંઝુનુમાં બે ચૂંટણી સભા સંબોધી હતી અને ત્યાંથી ચૂંટણી પ્રચાર સંપન્ન કરી પીએમ મોદી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. અહીં ઍરપોર્ટથી તેઓ સીધા તેઓ રાજભવન જવા રવાના થયા હતા. હાલ રાજભવનથી તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરી ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરી ટીમ ઈન્ડિયાને ઓલ ધ બેસ્ટ કહ્યુ અને 140 કરોડ જનતા તમારા સમર્થનમાં ચિઅર કરી રહી છે, તેમજ સારી રીતે અને ખેલદિલીથી રમવા જણાવ્યુ હતુ.