Ahmedabad : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર ? મોટે ઉપાડે સાઉથ બોપલને મનપામાં સામેલ તો કર્યું, પરંતુ હાલત ‘જૈસે થે’

|

Jul 20, 2022 | 7:06 AM

અમદાવાદ શહેરના (Ahmedabad roads) સીમાંકન વખતે મોટા ઉપાડે બોપલ અને સાઉથ બોપલને અમદાવાદ મનપામાં(AMC)  તો સમાવી લીધું પણ હાલત હજી એની એ જ છે.અહીં મકાનો મોંઘા છે અને રસ્તાઓ કોડીના

Ahmedabad : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર ? મોટે ઉપાડે સાઉથ બોપલને મનપામાં સામેલ તો કર્યું, પરંતુ હાલત જૈસે થે
More than 20 potholes in ahmedabad

Follow us on

અમદાવાદના(Ahmedabad)  મોટાભાગના રસ્તાઓ પર છવાઈ ગયું છે ખાડારાજ.પરંતુ સૌથી ખરાબ હાલત જો કોઈની હોય તો તે પોશ વિસ્તાર સાઉથ બોપલની(South bopal) છે. અહીંના રસ્તાઓ જોઈને તમને એવું બિલકુલ નહીં લાગે કે તમે ધનાઢ્ય કહેવાતા સાઉથ બોપલમાં છો…! કેમ કે, અમદાવાદ શહેરના (Ahmedabad roads) સીમાંકન વખતે મોટા ઉપાડે બોપલ અને સાઉથ બોપલને અમદાવાદ મનપામાં(AMC)  તો સમાવી લીધું પણ હાલત હજી એની એ જ છે.અહીં મકાનો મોંઘા છે અને રસ્તાઓ કોડીના.

અમદાવાદમાં  મેઘરાજાની (Rain) સારી એવી મહેરબાની રહી છે,પણ ધોધમાર વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓની વણઝાર ઉભી કરી છે.ભારે વરસાદના કારણે અમદાવાદમાં રોડ એટલો બધો ધોવાઇ ગયો છે કે જ્યાં જુઓ ત્યાં 2 થી 3 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે.અને આ રસ્તા પરથી પસાર થવું એ વાહનચાલકો માટે પડકાર સમાન સાબિત થઇ રહ્યું છે, કેમ કે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.લોકો મજબૂરીના માર્યા આ રોડ પરથી પસાર તો થાય છે પરંતુ ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે આ રોડ લોકોની કમર તોડી નાખે તેમ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સરસપુર સ્વિમિંગ પૂલમાં ગરકાવ !

સરસપુરના નૂતનમિલ વિસ્તારના દ્રશ્યોએ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની (Primonsoon activity) પોલ ખોલી નાખી છે.અહીં ગમે તેટલો વરસાદ પડે આવી જ સ્થિતિ જોવા મળે છે..તો બાળકોએ પણ સ્વિમિંગ પૂલ બની ગયેલા રસ્તા પર નહાવાની મજા માણી. જોકે બાળકો માટે ભલે આ મજા હોય પરંતુ રાહદારીઓ માટે આ પાણી સજા સમાન બની રહે છે.અને દરવર્ષે લોકોએ ગંદકીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે.
આ તરફ સરસપુર બાપુનગર જવાના રસ્તા પર પાણી ભરાતા આખો વિસ્તાર બેટમાં(Bat)  ફેરવાઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી.લોકો જ્યાં જાય ત્યાં બસ પાણી જ પાણી જોવા મળ્યું.વરસાદમાં હવે આ રસ્તા પર બાઈકને બદલે નાવ લઈને જવું પડે તેવી હાલત છે.ત્યારે હાલ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Article