AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધા માત્ર કાગળ પર, ઓઢવ વિસ્તારના લોકોએ ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (Pradhan Mantri Awas Yojana) મળતી સુવિધા માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે  શહેરમાં ઓઢવ વિસ્તારમાં ફાળવવામાં આવેલા મકાનોમાં રહેતા લોકોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.

Ahmedabad : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધા માત્ર કાગળ પર, ઓઢવ વિસ્તારના લોકોએ ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ
File Photo
Darshal Raval
| Edited By: | Updated on: May 03, 2022 | 8:33 AM
Share

Ahmedabad : રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર(Central Government)  દ્વારા લોકોને ઘરનું ઘર આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ઘણી યોજના પણ બનાવાઈ છે. આ મકાનો થકી લોકોને ઘરનું ઘર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ આ યોજના હેઠળ (Pradhan Mantri Awas Yojana) મળતી સુવિધા માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે.કારણ કે  શહેરમાં ઓઢવ વિસ્તારમાં ફાળવવામાં આવેલા મકાનોમાં રહેતા લોકોએ તેમની સાથે મજાક કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે.

અણઘડના આયોજનના પગલે લોકોને પરેશાની

ઓઢવ ઈન્દિરાનગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનોમાં 32 બ્લોક 1610 મકાન આવેલા છે,જેમાં લિફ્ટ, બાકીના બે આંગણવાડી, બે હેલ્થ સેન્ટર, 4 મંદિર, 3 ચિલ્ડ્રન એરિયા, 2 કોમ્યુનિટી હોલ, cctv અને ફાયર સેફટી ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા અને ગેસ લાઇનની પણ સુવિધા છે. જેના કારણે પુનઃ વસન કરનારા લોકોને સારું મકાન અને સુવિધા મળી રહેશે તેવી આશા જાગી. પણ તેમની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવુ લાગી રહ્યું છે. સ્થાનિકોએ નવા મકાન મળવા છતાં યોગ્ય સુવિધા નહિ મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે તે પણ યોજનાના લોકાર્પણના કેટલાક જ દિવસમાં આ આક્ષેપો થઈ રહ્યા છે.

 લોકો ભ્રષ્ટાચારના પણ આક્ષેપો લગાવી રહ્યા છે

તમને જણાવવું રહ્યું કે, 1 માર્ચ 2019ના રોજ પૂર્વ મેયર બીજલ પટેલે આ યોજનાનું ભુમિપૂજન કર્યું અને 21 માર્ચ 2022 ના રોજ મુખ્યમંત્રી દ્વારા ઓઢવ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપડપટ્ટી પુનઃ વસન અને વિકાસ પોલિસી અંતર્ગત ઈન્દીરાનગર છાપરના 1610 આવાસોનું અને 52 દુકાનોનું લોકાર્પણ કરી પનઃ વસન કરવામાં આવ્યુ હતુ. જે યોજના કુલ 164 કરોડ 74 લાખના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ આ યોજના માત્ર નામની રહી હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ અનેક ફરિયાદો ઉઠી છે. આ સાથે લોકો ભ્રષ્ટચારના પણ આક્ષેપો લગાવી રહ્યા છે.લોકોનો આક્ષેપ છે કે 52 માંથી 29 દુકાનોમાં શટર ખોલતા બિલ્કુલ વચ્ચે  2 ફૂટના પીલ્લર છે જે પોલિસીની વિરુદ્ધ છે,લોકાર્પણ કરવામાં આવેલા ફ્લેટ્સ ના ઘણા બધા બ્લોકની અગાસીથી લીકેજ થઈ રહ્યુ છે.

બાંધકામની ગુણવત્તા પણ શંકાસ્પદ

ઉપરાંત ૫ જેટલા બ્લોક માં લિફ્ટ બંધ થઈ ગઈ છે, મકાન ફાળવાણીના 10 દિવસમાં જ માત્ર 10 ટકા લોકો રહેવા આવ્યા અને પાણીના બન્ને બોર બંધ થઇ ગયા જેથી બહારથી પાણીની સગવડ કરવી પડી.અણઘડ આયોજનના કારણે હાલ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.આ યોજનાને લઈને વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સતાપક્ષ પર નિશાન સાધ્યું હતુ.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">