વેક્સિનનું સુરક્ષા કવચ : કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવા વેક્સિન જ એકમાત્ર રામબાણ ઈલાજ
Vaccination in Ahmedabad : છેલ્લા બે મહિનામાં અમદાવાદ શહેરમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યું નોંધાયું નથી. આ પરથી અનુમાન થઈ શકે કે રસીના બંને ડોઝ લીધા હોવાથી કોરોના સંક્રમિત વ્યક્તિના માથે મોતનું જોખમ ઓછું હોય છે.
AHMEDABAD : કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવા વેક્સિન જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. અમદાવાદમાં છેલ્લા 70 દિવસમાં કોરોનાના કુલ 501 કેસ નોંધાયા હતા.. જેમાંથી 379 એટલે કે લગભગ 76 ટકા લોકો એવા હતા જેમણે રસીના બંને ડોઝ લીધેલા હતા. આ લોકોને કોરોના થયો હતો પણ તેમને ખૂબજ ઓછી અસર થઈ હતી..અને એ જ કારણ છે કે છેલ્લા બે મહિનામાં શહેરમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યું નોંધાયું નથી. આ પરથી અનુમાન થઈ શકે કે રસીના બંને ડોઝ લીધા હોવાથી કોરોના સંક્રમિત વ્યક્તિના માથે મોતનું જોખમ ઓછું હોય છે.
સૂત્રો પ્રમાણે AMCના એનાલિસિસ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોના સંક્રમિત લોકોમાંથી 26 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો હતો.જ્યારે 21 લોકો એવા હતા જેમણે રસીનો એકપણ ડોઝ નહોતો લીધો.એવા 48 લોકો હતા જેમની ઉંમર 18 વર્ષ કરતા નાની હોવાથી તેમને રસી મૂકાઈ નહોતી જ્યારે 27 એવા લોકો હતા જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેણે રસી લીધી હોય તેને કોરોના ના થાય તેવુ જરૂરી નથી. તેને પણ કોરોના થઈ શકે છે. પણ શરીરમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે જ વધી જાય છે. રસી લીધી હોય તો કોરોનાના જંતુ ભલે ફરી આક્રમણ કરે તોય બચવાની શક્યતા વધારે હોય છે.
તો બીજીતરફ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાલમાં નવો પ્રયોગ હાથ ધરેલો છે, જેમાં કોર્પોરેશનની આરોગ્યની ટીમ શહેરના પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્ન પ્રસંગોમાં જઈને લોકોએ વૅક્સીન લીધી છે કે નહીં તેની ચકાસણી કરે છે અને જો કોઈએ વેક્સીન ન લીધી હોય તો સ્થળ પર જ વૅક્સીન આપવામાં આવે છે.ગઈકાલે શહેરના 30 જેટલા પાર્ટી પ્લોટમાં 198 લોકોને રસી મૂકવામાં આવી હતી.
તો બીજી બાજું ડોર-ટુ-ડોર વેક્સીનેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી 3 હજાર 873 લોકોને ઘરે જઈને વૅક્સીન અપાઈ છે. ખાસ કરીને 50 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો અને 18 વર્ષ કરતા મોટી ઉંમરના દિવ્યાંગો માટે ઘરે વેક્સિનેશનની સુવિધા શરૂ કરાઈ હતી.
આ પણ વાંચો : AHMEDABAD : લંડનથી આવેલ 22 વર્ષીય યુવક કોરોના સંક્રમિત, આખા પરિવારને ક્વોરન્ટાઇન કરાયો
આ પણ વાંચો : RAJKOT : કોરોના સંક્રમિત થનારા તમામ નાગરિકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે