RAJKOT : કોરોના સંક્રમિત થનારા તમામ નાગરિકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે
OMICRON IN GUJARAT : રાજકોટમાં હાઈ રિસ્ક દેશોમાંથી આવતા ઉપરાંત આવા દેશોમાં ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેવા નાગરિકો કોરોના સંક્રમિત થશે તો તેમના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.
RAJKOT : કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનના સંકટને જોતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મૂજબ હવે રાજકોટમાં કોરોના સંક્રમિત થનારા તમામ નાગરિકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. હાઈ રિસ્ક દેશોમાંથી આવતા ઉપરાંત આવા દેશોમાં ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેવા નાગરિકો કોરોના સંક્રમિત થશે તો તેમના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. રાજકોટમાંથી અત્યાર સુધીમાં સંક્રમિત થયેલ 13 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા, જેમાંથી 10 દર્દીમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો છે અને આમાંથી 3 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનના ત્રણ કેસો નોંધાતા તમામ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સતર્ક થયા છે. જામનગરમાં એક કેસ સામે આવ્યાં બાદ વધુ બે કેસ નોંધાયા છે. અગાઉ જે દર્દી કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા હતા તેના સંબંધી પણ ઓમિક્રોનથી સંકમિત થયા છે. દર્દીનાં પત્ની અને સાળાને કોરોનાનું સંક્રમણ થયું છે. પુણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં સામે આવ્યું છે કે આ બંને દર્દીઓ ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો એક જ કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને તેમના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. પ્રથમ કેસના આ દર્દીના 2 સંબંધીને પણ કોરોના થયો હતો. આ બંને દર્દી નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતા. આજે આ બંને દર્દીઓ પણ ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયાની પુષ્ટિ થતા ગુજરાતમાં આ વેરીએન્ટના કુલ કેસ 3 થયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત અને વડોદરા એરપોર્ટનું પણ ખાનગી સંચાલન થશે
આ પણ વાંચો : દિલ્હીથી અપહૃત થયેલો કિશોર અમદાવાદમાં મળી આવ્યો, 4 શખ્સોએ અપહરણ કર્યાનો દાવો