AHMEDABAD : લંડનથી આવેલ 22 વર્ષીય યુવક કોરોના સંક્રમિત, આખા પરિવારને ક્વોરન્ટાઇન કરાયો

AHMEDABAD : લંડનથી આવેલ 22 વર્ષીય યુવક કોરોના સંક્રમિત, આખા પરિવારને ક્વોરન્ટાઇન કરાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 10:28 AM

લંડનથી અમદાવાદ આવેલા વડોદરાના એક પરિવારમાંથી 22 વર્ષનો યુવક કોરોના સંક્રમિત થયો છે. આ યુવક સહીત તેના પરિવારના તમામ સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

AHMEDABAD : અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવેલા એક પ્રવસીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. લંડનથી આવેલા તમામ પ્રવાસીઓનો રિપોર્ટ કરાવતા એક પ્રવાસી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું માલુમ પડેલ છે. લંડનથી અમદાવાદ આવેલા વડોદરાના એક પરિવારમાંથી 22 વર્ષનો યુવક કોરોના સંક્રમિત થયો છે. આ યુવક સહીત તેના પરિવારના તમામ સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ યુવકને સંક્રમિત કરનાર વેરીએન્ટ કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરીએન્ટ છે કે કેમ તેની તપાસ માટે પોઝિટિવ દર્દીનું સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ સરકાર સતર્ક બની છે. ઓમીક્રોન વેરિઅન્ટના પગલે હાઇ રિસ્ક કેટેગરીના દેશોમાંથી અમદાવાદ આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટપર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મુસાફરોનો RTPCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રહેવું પડશે. એક જ દિવસમાં 3 હજાર RTPCR રિપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત RTPCR ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

આ પણ વાંચો : RAJKOT : કોરોના સંક્રમિત થનારા તમામ નાગરિકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે

આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત અને વડોદરા એરપોર્ટનું પણ ખાનગી સંચાલન થશે

g clip-path="url(#clip0_868_265)">