AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લારી પર થયેલી બોલાચાલીનો બનાવ હત્યા સુધી પહોંચ્યો, પાલીસે કરી તમામ આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વેજલપુર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલીની ઘટના બાદ સમાધાન સમયે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: લારી પર થયેલી બોલાચાલીનો બનાવ હત્યા સુધી પહોંચ્યો, પાલીસે કરી તમામ આરોપીઓની ધરપકડ
Ahmedabad crime
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 01, 2023 | 12:03 PM
Share

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં જમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલીની ઘટના બની હતી. બોલાચાલી બાદ સમાધાન સમયે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ

શહેરમાં થોડા દિવસો પહેલા નિકોલમાં હત્યાની ઘટના સામે આવી હતી. જે બાદ વેજલપુરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બકરી ઈદના દિવસે જ વેજલપુરમાં ફ્તેવાડી કેનાલ પાસે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી કરનાર બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બંને વચ્ચે સમાધાન કરવાનું નક્કી થયું હતું . પાન પાર્લર પર બંને પક્ષો સમાધાન માટે ભેગા થતાં ફરી બોલાચાલી થઈ હતી અને જે બાદ મામલો ગરમાયો હતો અને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો Ahmedabad: થલતેજ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની દીવાલ ધરાશાયી થતા વાહનો દટાયા, ફાયર બ્રિગેડને મળતા ઈમરજન્સી કોલમાં વધારો

ઘટનાની વાત કરીએ તો ઇલ્યાસ પંજાબી અને તેનો દીકરો આયાન અને તેના ભાઈ આસિફે મળીને યુસુફ અલી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુસુફ અલીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

તમામ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

જુહાપુરામાં ફતેવાડી પાસે સામાન્ય બોલાચાલી બાદ બનેલી આ ઘટનામાં એક આરોપીને પણ હાથના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું કારણ ફક્ત બોલાચાલી જ હતી કે અન્ય કોઈ કારણ હતું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">