અષાઢી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન, અમદાવાદમાં બે અને રાજકોટમાં એક અંગદાન થકી 11 પીડિતોને નવજીવન

|

Jul 02, 2022 | 6:20 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે, છેલ્લા ઘણાંય સમયથી સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તી રહેલ જાગૃકતાના પરિણામે ઝડપી કાઉન્સેલીંગ થી અંગદાનનું પ્રમાણ વધ્યું છે

અષાઢી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન, અમદાવાદમાં બે અને રાજકોટમાં એક અંગદાન થકી 11 પીડિતોને નવજીવન
organ donation

Follow us on

અંગદાનની પ્રવર્તી રહેલી જાગૃકતાના પરિણામે ઝડપી કાઉન્સેલીંગ થકી રાજ્યમાં અંગદાનનું પ્રમાણ વધ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અષાઠી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન થયા છે. અમદાવાદ સિવિલમાં 75 મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગુજરાતમાં થયેલ ત્રણ અંગદાન (organ donations) માં 11 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જીવ થી જીવ બચાવવાના અમદાવાદ (Ahmedabad ) સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ગઇ કાલે 75 મું અંગદાન થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની વિગત જોઇએ તો 62 વર્ષના અનીતાબેન શાહને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 30 મી જૂનના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ (Rajkot) શહેરમાં પણ બ્રેઇનડેડ દમંયતીબેન સુતરીયાના અંગદાનમાં મળેલી બે કિડની , લીવર અને આંખોના દાન થકી જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

બ્રેઇનડેડ જાહેર થયા બાદ સિવિલ હોસ્પિટલના સર્જન ડૉ. જયેશ પરીખ અને ડ઼ૉ. પુંજીકાબેન દ્વારા બ્રેઇનડેડ અનીતાબેન શાહના પરિજનોને અંગદાનના મહત્વ વિશેની સમજૂતી આપીને તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિ દર્શાવતા સિવિલ હોસ્પિટલના રીટ્રાઇલ સેન્ટરમાં અનીતાબેન શાહને લઇ જવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જેના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરની કે.ડી. હોસ્પિટલમાં પણ અષાઢી બીજ ના દિવસે 21 વર્ષના શાહીલ દરજી સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ પણ અંગદાનનો નિર્ણય કર્યો. જેમના અંગદાનમાં બે કિડની, એક લીવર અને કોર્નિયાનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતતા નથી જેના કારણે કીડની કે લીવર જેવાં અંગો મેળવવા માટે મુસ્લિમ સમાજના લોકોએ અંગ મેળવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ સમાજના જ એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમના અંગ દાન કરી મુસ્લિમ સમાજમાં એક અનોખું દ્રષ્ટાંત ઊભું કર્યું છે. આ પરિવારનું સન્માન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.  મે મહિનામાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના જુમ્માભાઇ ખલીફાએ બ્રેઇનડેડ થયેલ 25 વર્ષીય દીકરા ઇનાયતના અંગોનું દાન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમુદાય દ્વારા કરાયેલ અંગદાનની આ પ્રથમ ઘટના હતી. મૃતકના પિતા જુમ્માભાઇ ખલીફાએ જણાવ્યું હતું કે મારો જુવાન દીકરો ગુમાવ્યો પરંતુ તેના હૃદય પ્રત્યારોપણથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળ્યું તેનો સંતોષ છે.

આ પણ વાંચો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે, છેલ્લા ઘણાંય સમયથી સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તી રહેલ જાગૃકતાના પરિણામે ઝડપી કાઉન્સેલીંગ થી અંગદાનનું પ્રમાણ વધ્યું છે જેના થકી પીડિતોને નવજીવન મળી રહ્યું છે.

Next Article