AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઘરની જવાબદારી સંભાળવા માટે બાપુનગરની દિવ્યાંગ નેહાએ કર્યું આ કામ, જુઓ Video

નેહાએ અમદાવાદ (Ahmedabad) સાબરમતી રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર સામે ફૂટપાથ પર ચા નો સ્ટોલ શરૂ કર્યો છે. તે ગાંધીનગર બોર્ડમાં ટીચર તરીકે ફરજ બજાવતી હતી. અંદાજે ત્રણ વર્ષ પહેલા એક દિવસ ઘરના કામથી મુસાફરી સમયે એકસીડન્ટનો શિકાર બની અને એક પગ 80 ટકા જેટલો કપાવો પડ્યો.

Ahmedabad: ઘરની જવાબદારી સંભાળવા માટે બાપુનગરની દિવ્યાંગ નેહાએ કર્યું આ કામ, જુઓ Video
Neha bhatt
Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 23, 2023 | 9:32 PM
Share

અમદાવાદ બાપુનગર વિસ્તારની નેહા ભટ્ટે તેની આપવીતી જણાવી છે. જેણે હાલમાં જ સાબરમતી રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર સામે ફૂટપાથ પર ચા નો સ્ટોલ શરૂ કર્યો છે. દિવ્યાંગનો અર્થ એ થાય કે જેનું અંગ દિવ્ય છે, તેનું જીવન ઉદાહરણ આપણી સામે છે. દિવ્યાંગ યુવતી નેહાની સાથે વાત કરતા આપણને ખ્યાલ આવી જાય કે નટખટ અને હસમુખ સ્વભાવની નેહાનો આત્મવિશ્વાસ આજે પણ અડગ છે. જે તેના ચહેરા પરના સ્મિત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. નેહા તેની હકીકત જણાવતા કહે છે કે, હું ગાંધીનગર બોર્ડમાં ટીચર તરીકે ફરજ બજાવતી હતી. અંદાજે ત્રણ વર્ષ પહેલા એક દિવસ ઘરના કામથી મુસાફરી સમયે એકસીડન્ટનો શિકાર બની અને એક પગ 80 ટકા જેટલો કપાવો પડ્યો.

મિત્રોએ સલાહ આપી કે એક દિવસ તું લોકોને જીવતા શીખવાડીશ

દિવ્યાંગ યુવતી નેહા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક દિવસ એવો આવ્યો કે તે ખુદ ડિપ્રેશન શિકાર બની ગઈ હતી. રખડું તોફાની નેહા અચાનક જ દિવ્યાંગ બની ગઈ. પગ વગર હવે હું કંઈ પણ નહીં કરી શકું. એક સમયે તો સુસાઈડ કરવાનો વિચાર પણ આવી ગયો. આ વાત મેં મારા મિત્રોને કહી, તેમણે મને હિંમત આપી કે જો તું એક દિવસ એવા લેવલ પર હોઈશ કે તું લોકોને જીવતા શીખવાડીશ.

ઘરની જવાબદારીને ધ્યાનમાં રાખીને નેહાએ શરુ કર્યો ટી સ્ટોલ

મારા માતા-પિતા વૃદ્ધ છે. ઘરની જવાબદારીને ધ્યાનમાં રાખીને નેહા દિવ્યાંગ હોવા છતાં જોબ શોધવા ઘણી મહેનત કરી, પણ પાંચથી દસ હજાર પગારની જોબ મળતી હતી. આ પગાર ગુજરાન ચલાવવા પૂરતું ન હતું. નેહાના મિત્રોએ કહ્યું કે તું કંઈ પોતાનું કામ શરૂ કર, પણ શું કરું એ સમજાતું ન હતું.

અહીં જુઓ વીડિયો

બધાએ કહ્યું કે નેહા તું ચા પીવાની ખૂબ શોખીન છે અને તેને ચા પીવી પણ ખૂબ ગમે છે, તો તું બધાને ચા પીવડાવવાનું શરૂ કર. એ પછી મેં વિચાર્યું અને ટી સ્ટોલની શરૂઆત કરી. પાંચ દિવસની અંદર લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. બધાએ મારી ચા ના વખાણ પણ કર્યા. તે વખાણ સાચા હશે કે ખોટા એ તો તેમને જ ખબર, પણ નેહાએ હસતા હસતા કહ્યું કે વખાણ તો કર્યા અને બધા ઘણો સપોર્ટ કરે છે.

નેહાને મળી ગયું જીવન જીવવાનું કારણ

બપોરના 12:00 વાગ્યાથી લઈને સાંજે અનુકૂળતા મુજબ તે ટી સ્ટોલ ચલાવે છે. નેહા બધાને ચા બનાવી અને પ્રેમથી પીવડાવે છે. તે કહે છે કે ઘણા બધા દિવ્યાંગ લોકો તેમને આ ટી સ્ટોલ પર મળવા પણ આવ્યા અને મારામાંથી ઘણું શીખ્યા પણ છે. મારે હવે મારા માટે જીવવું છે અને મને જીવવાનું એ મકસદ પણ મળી ગયું છે. જે આ ટી સ્ટોલ છે અને હાલ હું ઘણા સમય પછી જીવવાનો આનંદ લઈ રહી છું.

અમદાવાદના લોકોને કરી વિનંતી

નેહા કહે છે મને થોડો સમય આપો અને અહીં ફૂટપાથ પર મને સ્ટોલને ચલાવવા દો. જેનાથી હું પગભર થઈ શકું ને મારી હિંમતમાં વધારો થાય ને હું મારા મા બાપ માટે કઈ કરી શકું. અમદાવાદના લોકોને વિનંતી કરતા દિવ્યાંગ યુવતી નેહા કહે છે કે ચોક્કસથી રિવરફ્રન્ટ આવો તો મારી ચા પીવા જરૂર આવજો અને મારી હિંમતમાં વધારો કરજો. જેથી મારા જેવા ઘણા લોકો છે જેમની હિંમત પણ કંઈ કરવા માટે વધે.

g clip-path="url(#clip0_868_265)">