દેશમાં 5 હજારથી વધુ વિદ્યાર્થી પાસે બનાવટી ડિગ્રી હોવાનો ઘટસ્ફોટ, કૌભાંડીઓ 10 લાખ રૂપિયામાં વેચતા હતા બોગસ ડિગ્રી

|

Jun 04, 2022 | 8:21 PM

ઝડપાયેલા શખ્સે બોગસ ડિગ્રીના વેચાણ માટે વેબસાઈટ બનાવી હતી. જેને એજન્ટ ઓપરેટ કરતા હતા.

દેશમાં 5 હજારથી વધુ વિદ્યાર્થી પાસે બનાવટી ડિગ્રી હોવાનો ઘટસ્ફોટ, કૌભાંડીઓ 10 લાખ રૂપિયામાં વેચતા હતા બોગસ ડિગ્રી
fake degrees scam

Follow us on

દેશભરમાં 5 હજારથી વધારે વિદ્યાર્થી (students) ઓ પાસે જુદી-જુદી યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી (fake degrees) છે. આ વિસ્ફોટક ખુલાસો કર્યો અમદાવાદ (Ahmedabad) સાયબર ક્રાઈમની ટીમે. સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળની એક હેકરને ઝડપી પાડ્યો છે. જે લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા વસુલીને બોગસ ડિગ્રી વેચતો હતો. આ હેકર બનાવટી ડિગ્રી આપવાની સાથે જ તે યુનિવર્સિટીના ડેટામાં પણ એન્ટ્રી કરી આપતો હતો. હેકરે ખાનગી અને સરકારી વેબસાઈટ પણ હેક કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી રજીસ્ટ્રાર ઓફિસે પણ જાતે જ જવાબ રજૂ કરતો હતો. આ ઝડપાયેલા શખ્સે બોગસ ડિગ્રીના વેચાણ માટે વેબસાઈટ બનાવી હતી. જેને એજન્ટ ઓપરેટ કરતા હતા.

સાયબર ક્રાઈમને દોઢ વર્ષ પહેલાં ગજરાત ફાર્મસી ઓફ કાઉન્સિલ તરફથી ફરિયાદ મળી હતી કે તેમની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી થઈ રહી છે. જેનો ખુલાસો આર કે યુનિવર્સીટી ના ફેક સર્ટિફિકેટના આધારે થયો હતો. જેની તપાસ કરતા અગાઉ સાયબર ક્રાઇમેં મૃગાંક ચતુર્વેદી નામના શખ્સની ધરપકડ કરી હતી. જે કેસની તપાસ ચાલુ હતી જેમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. અને મોટા સાયબર ક્રાઈમના ગુણનો પર્દાફાશ થયો છે. જે ગુનામાં સાયબર ક્રાઇમે તપાસ કરતા વેસ્ટ બંગાળ નું સ્થળ મળતા સાયબર ક્રાઇમે અતનું અને સુધાનકર બે આરોપી પકડી તપાસ શરૂ કરી. જેની તપાસમાં આરોપીઓ વેબ સાઇટ હેક કરવાનું કામ કરતા. જેઓએ 108 વેબસાઈટ હેક કરી  ચેડા કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ વેબ સાઇટ હેક કરી ઓનલાઇન એન્ટ્રી બદલી આર્ટિફિકેટ બનાવતા. જે કૌભાંડમાં આરોપીઓ સાથે રજિસ્ટ્રાર પણ સંડોવાયેલા હતા. કેમ કે ત્યાં ઇમેઇલ થાય. જે ડીલીટ કરી દેતા. જેથી યુનિવર્સીટીને જાણ ન થાય. તેમજ સર્ટિફિકેટની વિગત આપવામાં આવે છે. જેમાં પોસ્ટના કર્મચારી મળેલા હોવાનું સામે આવ્યું. જેથી લેટર યુનિવર્સીટી સુધી પહોંચતા ન હતા અને યુનિવર્સીટીને ગુનાની જાણ થતી ન હતી. જોકે આરોપીઓની વધુ ન ચાલી અને તેઓ પોલીસ ગિરફતમાં આવી ગયા. જે આરોપીઓ પાસેથી પોલીસે 3 મોબાઈલ અને 3 લેપટોપ પણ કબજે કર્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ  વેબ સાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેઓએ ભારતની 108 યુનિવર્સીટીની વેબ સાઇટ હેક કર્યાના નામ ખુલ્યા છે. તો 84 ડિગ્રી કે જેના ફેક સર્ટિફિકેટ બનાવ્યા તેના નામ સામે આવ્યા છે. તો 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ફેક એન્ટ્રી કરાઇ છે. જે ફેક એન્ટ્રી કે સિટીફીકેટ બનાવવા માંગતા હોય તો તેમને 5 થી 10 લાખ કોટેશન આપવામાં આવતું હતું. અને તેમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની 30 વિધાર્થીઓના ડેટા મળી આવ્યા જેઓએ ફેક સર્ટિફિકેટ બનાવ્યા છે. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી. તો તપાસમાં બને આરોપીઓએ એજન્ટો પણ રાખ્યા હતા અને એજન્ટો બોગસ ડિગ્રી બનાવીને આપતા હતા અને બને આરોપી તેની એન્ટ્રી વેબ સાઇટ પર કરતા હોવાનું સામે આવ્યું. જે કેસમાં મૂળ સુધી પહોચવા માટે જે એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં gtuના ઇંટર્ન નિસર્ગ અને પ્રોફેસર દિપક શર્મા અને સાયબર ટીમની મદદથી કેસ સોલ્વ કરવામાં ખૂબ મદદ મળી હોવાનું પણ અધિકારીએ જણાવ્યું.

બને આરોપીનો અભ્યાસ એટલો નથી. પણ તેઓ સાયબર હેકિંગથી વાકેફ હતા અને પુરી પેનલ મળી કામ કરતા. જેથી કોઈને તેમના પર શંકા ન જાય. અને વેબ સાઇટ હેક કરી ગમે તે ડેટા માં ચેડા કરતા. જે ઘટના વધુ આરોપીઓ પકડાય તેવી શકયતા છે. જેને લઈને સાયબર ક્રાઈમ અન્ય આરોપીઓની તપાસમાં લાગી છે.

Published On - 5:20 pm, Sat, 4 June 22

Next Article