અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા નજીક વીજળી પડી, વીડિયોમાં જુઓ LIVE દ્રશ્યો

અમદાવાદમાં (Ahmedabad) ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા, તો ઈસ્કોન (Iscon) ચાર રસ્તા નજીક વીજળી પડવાની ઘટના પણ સામે આવી.

અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા નજીક વીજળી પડી, વીડિયોમાં જુઓ LIVE દ્રશ્યો
lighting strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:47 AM

હવામાન વિભાગની આગાહીના (Rain Forecast) પગલે વરસાદની (Rain) વધુ એક ઈનિંગ શરૂ થઈ છે.આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગત મોડી સાંજે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.અમદાવાદના ઈસ્કોન (Iscon) ચાર રસ્તા નજીક વીજળી પડી હતી. ધોધમાર વરસાદ સાથે કડાકાભેર વીજળી પડી હતી.વીજળી (Lighting Strike)  પડવાના ચોંકાવનારા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

જુઓ વીડિયો

એક જ દિવસમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત

મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.વઢવાણ-વાડલા રોડ પર વીજળી પડતા એક યુવાન મોતને ભેટ્યો.તો બીજી તરફ કોઠારીયા ગામે વીજળી પડતા 17 વર્ષીય સગીરનું મોત થયુ છે.દાહોદના (Dahod) ઝાલોદ તાલુકાના ચણાસર,પાવડી અને કાળીગામ ગામે વીજળી પડતા ત્રણ ગામમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યુ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

તો ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદથી (Heavy rain) જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી.ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના (Devbhoomi dwarka) ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.. કચ્છના અંજારમાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસતાઅનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">