અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન, રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

|

Aug 16, 2022 | 8:52 AM

વરસાદે ફરી એકવાર અમદાવાદને (Ahmedabad) ધમરોળી દીધું છે. ગણતરીના સમયમાં જ શહેરમાં પાણી ભરાઈ જતા વાસણા બેરેજના (Vasna barrage) 7 દરવાજા તાબડતોબ ખોલવાની ફરજ પડી છે

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન, રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી
Heavy rain in ahmedabad

Follow us on

અમદાવાદમાં ફરી એક વાર વરસાદી (Ahmedabad rain) માહોલ જામ્યો છે.વહેલી સવારથી જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને (heavy rain) પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે,જેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમાં પણ ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં રસ્તાઓ તો જાણે તળાવ બની ગયા. વાત કરીએ શિવરંજનીની તો, ત્યાં બ્રિજ પાસે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા.તો IIM રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી.તેવી જ રીતે વેજલપુર વિસ્તારમાં (vejalpur area) પણ હંમેશાની જેમ પાણી ભરાઇ ગયા હતા.નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.તો આનંદનગરમાં ગોપી સર્કલ પાસે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

શહેરમાં જળબંબાકાર થતા વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

વરસાદે ફરી એકવાર અમદાવાદને ધમરોળી દીધું છે. ગણતરીના સમયમાં જ શહેરમાં પાણી ભરાઈ જતા વાસણા બેરેજના (Vasna barrage) 7 દરવાજા તાબડતોબ ખોલવાની ફરજ પડી છે.ગઈ કાલે પણ અમદાવાદમાં મેઘાની મહેર જોવા મળી હતી. જેને પગલે અમદાવાદના વેજલપુર, શિવરંજની, આઈઆઈએમ રોડ જેવા વિસ્તાર જાણે તળાવડાં બની ગયા હતા. બેરેજમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં (Gujarat) ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Rain) આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain)  પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા,મહેસાણામાં (mehsana) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆપવામાં આવી છે.

Next Article