Ahmedabad: જુહાપુરામાં છેલ્લા ચાર દિવસથી વાનરોના આતંકથી પ્રજા પરેશાન, અત્યાર સુધીમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો

|

May 13, 2022 | 7:20 PM

અમદાવાદમાં (Ahmedabad) જુહાપુરા વિસ્તારમાં લોકો વાનરોના (Monkey) આતંકથી ત્રસ્ત થઇ ગયા છે. જુહાપુરામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે.

Ahmedabad: જુહાપુરામાં છેલ્લા ચાર દિવસથી વાનરોના આતંકથી પ્રજા પરેશાન, અત્યાર સુધીમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો
Monkey menace in Juhapura, 10 including kids injured in Ahmedabad

Follow us on

મોટેભાગે માનવ વસ્તી હોય ત્યાં પશુ-પક્ષીઓનો વસવાટ પણ અચૂક હોય છે. જો કે ક્યારેક કેટલાક પશુઓ એટલી હદે વિફરતા હોય છે કે માનવીની ઊંઘ હરામ કરી દેતા હોય છે. આવું જ કઈક અમદાવાદના (Ahmedabad) જુહાપુરા (Juhapura) વિસ્તારમાં પણ બન્યુ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગત ચાર દિવસથી એક વાનરનો આતંક જોવા મળી રહ્યો છે. તેમજ ઘણા સમયથી વાનરનો ત્રાસ હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. એટલુ જ નહીં જુહાપુરામાં કેટલાક લોકો પર વાનરોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ પણ કેટલાક લોકોએ કરી છે.

અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં લોકો વાનરોના આતંકથી ત્રસ્ત થઇ ગયા છે. જુહાપુરામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે. એક વાનરે એક વ્યક્તિના હાથના ભાગે એવું તો બચકું ભર્યું કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. તો નાના બાળકો પર વાનરે હુમલો કરતા બાળકો પણ ઘાયલ થયા છે. વાનરોના આતંકના કારણે હવે લોકોએ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે. તો બાળકો અને વડીલોને તો ઘરની બહાર કામ વગર કાઢી જ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુહાપુરામાં આ વાનરનો આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો એટલી હદે ભયભીત છે કે, બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. એટલે લોકો હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હોય છે.

અમદાવાદમાં હાલમાં અસહ્ય ગરમી પડી રહી છે અને ઘરમાં ગરમીમાં સુઇ જવુ પણ લોકો માટે આકરુ છે. જો કે બીજી તરફ વાનરોનો એવો ત્રાસ છે કે જુહાપુરમાં રહેતા લોકો છત પર ઊંઘતા ડરી રહ્યા છે. તો ગમે ત્યારે વાનર હુમલો કરી દેશે તેની બીક બાળકોને રહે છે. ત્યારે તંત્રને જુહાપુરાના સ્થાનિકો દ્વારા વહેલા મદદની અપીલ કરાઈ છે. વાનરોના આતંકથી ત્રસ્ત સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે આ વાનરોને પકડવામાં આવે અને તેમને વાનરના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે.

Next Article