Ahmedabad: શિક્ષકે ઓનલાઈન મંગાવેલો મોબાઈલ નીકળ્યો જુનો અને તૂટેલો, એક વર્ષે ગ્રાહક કોર્ટે આપ્યો આ ચુકાદો

|

Dec 16, 2021 | 5:21 PM

Ahmedabad: ઓનલાઈન મંગાવેલી વસ્તુમાં છેતરપીંડીના ઘણા ઉદાહરણ આપણે જોયા છે. એવી જ એક ઘટનામાં એક વર્ષ બાદ શિક્ષકને કોર્ટે ન્યાય આપ્યો છે.

Ahmedabad: શિક્ષકે ઓનલાઈન મંગાવેલો મોબાઈલ નીકળ્યો જુનો અને તૂટેલો, એક વર્ષે ગ્રાહક કોર્ટે આપ્યો આ ચુકાદો
Mobile order online by teacher came in broken condition

Follow us on

જો તમે સોસીયલ સાઈટ પરથી ઓનલાઇન ખરીદી કરો છો તો જરા ચેતીને કરજો. કેમ કે આવી જ રીતે ખરીદી કરવી દાણીલીમડાના એક શિક્ષકને ભારે પડી. શિક્ષકે જે મોબાઈલ ઓર્ડર કર્યો તેના બદલે તેને બીજો અને તૂટેલો મોબાઈલ મળતા પગ તળે જમીન હટી ગઈ. જે કેસમાં ગ્રાહક કોર્ટે એક વર્ષે ફરિયાદી તરફ જજમેન્ટ આપ્યું છે.

દાણીલીમડામાં રહેતા એવા શિક્ષક મલિક સાકીર હુસેન કે જેમનો 24 સપ્ટેમ્બરે જન્મ દિવસ હોવાથી 18 સપ્ટેમ્બર 2020 ફ્લિપકાર્ટ પરથી 18 હજારની કિંમતનો એક મોબાઈલ મગાવ્યો હતો. જે પાર્સલ 23 સપ્ટેમ્બરે તેઓને મળ્યું. પણ જ્યારે તેઓએ પાર્સલ ખોલ્યું ત્યારે તેમાંથી તેમણે ઓર્ડર કરેલ મોનાઇલ ના બદલે અન્ય કંપનીનો અને બંધ મોબાઈલ નીકળ્યો. જેના કારણે તેમના જન્મ દિવસની ઉજવણીની ખુશી તો છીનવાઈ પણ સાથે છેતરોઇન્ડિ પણ થઈ.

આ બાદ તેઓએ પાર્સલ આપનાર ડિલિવરી બોયથી લઈને ઓનલાઇન અને કંપની ઓફિસ સુધી સંપર્ક કરી ફરિયાદ કરી. પણ આખરે કોઈ નિવેડો નહિ આવતા મલિક સાકીર હુસેને ગ્રાહક નિવારણ ફોરમના દરવાજા ખખડાવ્યા.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

પોતે શિક્ષક હોવાથી તેમની સાથે બનેલી ઘટનામાં તેઓએ અવાજ ઉઠાવવો જોઈએ જેની સાથે તેઓએ ગ્રાહક નિવારણ ફોરમમાં ફરિયાદ કરી. જેમાં એક વર્ષ એટલે કે ગ્રાહક નિવારણ ફોરમમાં 2 ઓક્ટોબર 2020 માં ફરિયાદ કરી ત્યારથી લઈને પાંચ મુદત સાથે આખરે 15 ડિસેમ્બર 2021 ગ્રાહક હિતમાં ફોરમએ નિર્ણય જાહેર કર્યો છે.

કંપનીને 30 દિવસમાં ગ્રાહકને તેમણે કરેલ ઓર્ડરનો મોબાઈલ અથવા તેના રોકડ રકમ, 7 ટકા વળતર અને 1 હજાર ખર્ચ પેટે તેમજ 1 હજાર માનસિક ત્રાસના નાણાં 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે. જોકે ગ્રાહકે તે નિર્ણયને આંશિક રાહત ગણાવી. કેમ કે ગ્રાહક મલિક સાકીર હુસેનનું કહેવું હતું કે જેટલી મોબાઇલની કિંમત હતી તેટલો તેનો ખર્ચ ન્યાય મેળવવામાં થઈ ગયો.

એવું પણ નથી કે શહેરમાં આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં કેટલાકનર ઓર્ડર કરેલ વસ્તુ સામે અન્ય વસ્તુ મળી હોય અથવા તો પર્સલમાં ઇટ કે પથરા મળ્યા હોય. ત્યારે આ ઘટના પરથી અન્ય લોકો એ શીખ લેવાની અને સચોટ સાઈટ પરથી ખરીદી કરવાની જરૂર લાગી રહી છે.

 

આ પણ વાંચો: Vadodara: કોરોનાનો કહેર યથાવત, વધુ એક સ્કૂલ કોરોનાની ઝપેટમાં, શિક્ષિકાને કોરોના

આ પણ વાંચો: કથિત પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું સરકારને અલ્ટીમેટમ, આંદોલનની આપી ચીમકી

Next Article