Ahmedabad : આખરી તબક્કાની કામગીરી વચ્ચે કેવી રહી મેટ્રોની ટ્રાયલ રન, જાણો ક્યારથી દોડતી થશે મેટ્રો રેલ ?

|

May 22, 2022 | 7:52 AM

મેટ્રો રેલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ મેટ્રો રેલ (Ahmedabad Metro) પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે.

Ahmedabad : આખરી તબક્કાની કામગીરી વચ્ચે કેવી રહી મેટ્રોની ટ્રાયલ રન, જાણો ક્યારથી દોડતી થશે મેટ્રો રેલ ?
Metro rail (File Image)

Follow us on

શહેરીજનો(Ahmedabad જે મેટ્રો ટ્રેનને (Metro Train) શરૂ થવાની રાહ જોતા હતા તેનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મેટ્રો રેલે પ્રોજેકટ(Metro Rail Project)  દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. મળતી માહિતી મુજબ ઓગસ્ટ 2022માં મેટ્રો રેલ ફેઝ 1 ના સંપૂર્ણ રૂટ પર ટ્રેન દોડશે અને તે ટ્રેન દોડાવવાને લઈને મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા પુરજોશ કામગીરી કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે, ગ્યાસપુરથી મોટેરા સુધી ટ્રાયલ (Trial) પણ શરૂ કરી દેવાઈ છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર

મેટ્રો રેલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. અને બંનેનું કામ પુરજોશ ચાલી રહ્યું છે. જો વધુ વિગત જોઈએ તો મેટ્રો ફેઝ 1 માં એક નોર્થ-સાઉથ કોરિડોર – ગ્યાસપુર ડેપોથી મોટેરા અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર – થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે. જેમાં ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ 18.89 કિલોમીટર છે તથા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.મેટ્રો રેલ પ્રોજેકટે માહિતી આપતા જણાવ્યું કે ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થઇ ગયેલ છે,તમને જણાવી દઈએ કે, મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ 2022 માં કરવામાં આવી હતી.

ગ્યાસપુરથી મોટેરા સુધી પ્રથમ વખત ટ્રાયલ

20મેના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનુ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તેમજ હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થશે

તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઇનું કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.

Next Article