Monsoon Alret : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
MeT department predicts heavy rainfall in Saurashtra and south Gujarat On Saturday (File Photo )

Monsoon Alret : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

| Updated on: Jul 17, 2021 | 1:49 PM

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત ,ડાંગ અને તાપીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગે(IMD)  આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શનિવારે ભારે વરસાદ(Rain) પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત ,ડાંગ અને તાપીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની શકયતા છે.

આ પણ વાંચો : શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ

આ પણ વાંચો : ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિની ફિલ્મ જગતમાં ચમકવા ફરી તૈયાર, જુઓ અત્યારે કેવી દેખાય છે અભિનેત્રી

Published on: Jul 17, 2021 01:42 PM