Weather update : ચોમાસુ બેસતા પહેલા ત્રણ દિવસ કાઢવા ગુજરાતીઓને પડશે કાઠા, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી

|

Jun 05, 2022 | 10:40 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કંડલા એરપોર્ટ (Kandla Airport) પર સર્વાધિક 43 ડિગ્રી અને અમદાવાદમાં (Ahmedabad) 42.6 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે.

Weather update : ચોમાસુ બેસતા પહેલા ત્રણ દિવસ કાઢવા ગુજરાતીઓને પડશે કાઠા, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
Heat wave ( File Photo)

Follow us on

કેરળમાં ચોમાસાનું (Monsoon 2022) આગમન થઇ ગયુ છે અને થોડા જ દિવસોમાં ગુજરાતમાં (Gujarat) પણ ચોમાસાનું આગમન થઇ જશે. જો કે ચોમાસાના આગમન પહેલા ગુજરાતવાસીઓએ આકરી ગરમી સહન કરવી પડશે. ગુજરાતમાં ત્રણ દિવસ હીટવેવની (Heat wave) આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીનું જોર યથાવત રહેશે. લોકોને ગરમીના પગલે હાલાકી ભોગવવી પડશે.

રાજ્યમાં ગરમીનું જોર યથાવત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કંડલા એરપોર્ટ પર સર્વાધિક 43 ડિગ્રી અને અમદાવાદમાં 42.6 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. તો ગાંધીનગર 42.4 ડિગ્રી, રાજકોટ 41.3 ડિગ્રી અને ભૂજમાં 39.8 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. એટલે કે રાજ્યમાં ગરમીનું જોર યથાવત છે, પણ આગામી ત્રણ દિવસ વધુ ગરમી સહન કરવા તૈયાર રહેવુ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી આકરી ગરમીમાં થોડી રાહત મળશે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ગરમીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આકરી ગરમીના કારણે ગુજરાતવાસીઓ હવે પરેશાન થઇ ગયા છે. ગરમીથી બચવા લોકો જુદા જુદા રસ્તાઓ અપનાવી રહ્યા છે. કેટલાક લોકો હિલ સ્ટેશન પર ફરવા જઇ રહ્યા છે. તો કેટલાક લોકો ઘરની બહાર નીકળવાનું જ ટાળી રહ્યા છે. લોકો હવે જલ્દી જ ચોમાસાનું આગમન થાય તેની રાહ જોઇ રહ્યા છે.

Published On - 1:03 pm, Sun, 5 June 22

Next Article