કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલયે મળી બેઠક, લોકસભા ચૂંટણીના પરિણામો પર મંથન- Video

|

Jun 17, 2024 | 1:50 PM

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મંથન કરવામાં આવશે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના પરિણામોની અપેક્ષા કોંગ્રેસ રાખી રહી હતી. એ પ્રકારનું ધાર્યુ પરિણામ નથી આવ્યુ. જેના પર બેઠકમાં મંથન કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક મળી. જેમા પોલિટીકલ અફેર્સ કમિટીના તમામ વરિષ્ઠ નેતા સામેલ છે. તેમની સાથે લોકસભા ચૂંટણીના પરિણામો પર સમીક્ષા કરવામાં આવી રહી છે. પ્રભારી વાસનિકના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સંગઠનને વધુ મજબુત કરવા રાજનીતિક જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. જે રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના પરિણામો સંતોષજનક નથી રહ્યા એ તમામ રાજ્યોના પાર્ટી અગ્રણીઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે.

બેઠકમાં લોકસભાના પરીણામો પર સમીક્ષા

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી છે. જ્યારે આ વખતેનો માહોલ જોતા કોંગ્રેસ ગુજરાતમાં 4 થી 5 બેઠકો જીતવાની આશા રાખી રહી હતી. પરંતુ પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ત્યારે જે બેઠકો પર કોંગ્રેસ જીતને લઈને આશ્વસ્ત હતી તેમા તેની ક્યાં કસર રહી, તેના પર આજની બેઠકમાં મંથન કરવામાં આવશે. કોંગ્રેસ સંગઠનને કઈ રીતે મજબુત કરવુ અને વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં થનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

“EVM અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રશ્નો જારી”

EVM ની વિશ્વસનિયતા પર ઉઠી રહેલા સવાલ અંગે વાસનિકે જણાવ્યુ કે EVM અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રશ્નો જારી રહેશે. EVM સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેના પર સ્પષ્ટતા થવી જોઈએ. ચૂંટણીમાં જવાબદારી વગરના લોકોએ બંધારણ પ્રત્યે ગમેતેમ નિવેદન કર્યા. આવા લોકોને ચૂંટણી પંચે રોકવા જોઈ પરંતુ તેમ ન થયુ. વાસનિકે પીએમ મોદી તરફ ઈશારો કરતા જણાવ્યુ કે બંધારણને માથા પર લગાવી નમન કરવાથી કોઈ બંધારણ પ્રત્યે સમર્પિત છે એવુ સાબિત નથી થતુ. પરંતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે સમર્પણ હોય તો બંધારણ પ્રત્યે તેમનુ સમર્થન છે તેવુ માની શકાય. વાસનિકે વધુમાં જણાવ્યુ કે જે લોકો બંધારણના તત્વોને માનતા જ નથી, તેમની રાજનીતિ એ પ્રકારની વિચારસરણી જ નથી રાખતી તેઓ આજે બંધારણની વાતો કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા

આ પણ વાંચો: અમદાવાદમાં ‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયનો ઉગ્ર વિરોધ, ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે ચીતરવાનો આરોપ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article