Ahmedabad : આ વ્યક્તિને પોલીસ સ્ટેશન સાથે ઘણો જૂનો નાતો, પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો

|

Oct 09, 2022 | 9:34 AM

મુળ રાજસ્થાનના 55 વર્ષીય પ્રભુ ઉર્ફે રોશન મીણા વિરૂદ્ધ અત્યાર સુધીમાં અલગ- અલગ પોલીસ મથકોમાં 40 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

Ahmedabad : આ વ્યક્તિને પોલીસ સ્ટેશન સાથે ઘણો જૂનો નાતો, પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો
Ahmedabad Crime Branch

Follow us on

અમદાવાદ શહેરમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિ વધી રહી છે, બીજી તરફ પોલીસ પણ આ દુષણને ડામવા સતર્ક બની છે.  ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) એક એવા રીઢા ગુનેગાર ને પકડી પાડવામાં સફળતા મળી છે, કે જેણે અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ મથકની હવા ખાધી હશે. આ ચોર દરેક પ્રકારના ગુના (Crime) કરવા ટેવાયેલો છે. આ ચોર મૂળ રાજસ્થાનનાં ઉદેપુર જિલ્લાનો રહેવાસી છે અને તેનું નામ પ્રભુ ઉર્ફે પ્રકાશ ઉર્ફે રોશન મીણા છે. હાલ રોશન અમદાવાદમાં ન્યુ કોટન મીલ ચાર રસ્તા પરથી પસાર થતો હતો તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડયો હતો.

 અત્યાર સુધીમાં અનેક ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો

પોલીસ પૂછપરછમાં રીઢા ગુનેગાર રોશને બે અલગ- અલગ ગુનાઓની કબૂલાત કરી છે જેમાં દોઢેક મહિના પહેલા મેઘાણીનગરમાં (meghani nagar) વાહન ચોરી કરી હતી અને વીસેક દિવસ પહેલા ખોખરામાં શનિદેવ મંદિરની સામેથી એક મહિલાના ગળા માંથી ચેઇન સનેચિંગ કરી હોવાનું કબૂલાત કરી છે. આ ઉપરાંત શહેરના વટવા, નરોડા, નવરંગપુરા, એલીસબ્રીજ, શાહીબાગ, (Shahibaugh) સેટેલાઇટ, વાટવા GIDC, નારણપુરા, ડીસિબી, ઘાટલોડિયા, બાપુનગર, ઓઢવ, સાબરમતી, મેઘાણીનગર, પાલડી, બાપુનગર, વસ્ત્રાપુર, ખાડિયા સહિતના પોલીસ મથકોમાં 40 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વાહન ચોરી, ઘરફોડ ચોરી, ધાડ, લૂંટ, ચેઇન સનેચીંગ, હથિયારધારા સહિતના ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચોરીના બનાવો વધતા પોલીસ સતર્ક બની

મહત્વનું છે કે શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે જેને ડામવા પોલીસ (Ahmedabad police)  પણ સતર્ક બની છે. આ ઉપરાંત તેહવાર પણ નજીક આવતા પોલીસ પેટ્રોલિંગ (police petrolling) પણ વધારી દેવામાં આવ્યું છે. સાથેજ રીઢા ગુનેગાર ને પકડી પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવો રીઢો ચોર રોશનને પકડી પાડી તેની પાસેથી ચોરીની એક બાઈક કબ્જે કરી છે. રોશને બધું ક્યાં ક્યાં ગુનાઓ ને અંજામ આપ્યો છે તે અંગે પણ હવે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Published On - 9:27 am, Sun, 9 October 22

Next Article