અમદાવાદમાં મેઘરાજાનું દે…ધનાધન, અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

|

Jul 24, 2022 | 7:58 AM

શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની (Heavy Rain) ધમાકેદાર બેટિંગ જોવા મળી.

અમદાવાદમાં મેઘરાજાનું દે...ધનાધન, અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
Heavy rain in Ahmedabad

Follow us on

ગુજરાતમાં (Gujarat Rain)  ફરી મેઘરાજા મહેરબાન થયા છે.સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે સાંજથી ધોધમાર વરસાદ (Heavy rain)  વરસવાનું શરૂ થયું હતું. આ મેઘાની સવારી હજુ પણ યથાવત છે. શહેરના મોટભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.જેમાં હાટકેશ્વર (hatkeshwar area) ભારે વરસાદને પગલે વિસ્તાર બેટમાં ફેરવાયું હતું. આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે એક કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાટકેશ્વરથી સીટીએમ રોડ (CTM Road) સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ બ્લોકમાં લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખોખરામાં પણ પાણી ભરાયા હતા.ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં (Rain forecast) અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે (IMD)  આગાહી કરી છે.

Next Article