AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો

Major General Mohit Wadhwa : જનરલ વાધવાએ ત્રણ દાયકા કરતાં લાંબી તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લગભગ આખા દેશમાં અને વિદેશમાં વિવિધ પ્રદેશો તેમજ વિસ્તારોમાં કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ નિયુક્તિઓ પર સેવા આપી છે.

મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો
Major General Mohit Wadhwa assumes command as Golden Dagger Division
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:19 PM
Share

AHMEDABAD : મેજર જનર મોહિત વાધવા (Major General Mohit Wadhwa)એ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ એવા ગોલ્ડન કટાર ડિવિઝન (Golden Dagger Division) ના સંચાલનની જવાબદારી સંભાળી છે.

જનરલ વાધવાએ ત્રણ દાયકા કરતાં લાંબી તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લગભગ આખા દેશમાં અને વિદેશમાં વિવિધ પ્રદેશો તેમજ વિસ્તારોમાં કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રક્શનલ નિયુક્તિઓ પર સેવા આપી છે. તેમના કમાન્ડ તરીકેના કાર્યકાળમાં પ્રતિષ્ઠિત 5 સશસ્ત્ર રેજિમેન્ટ અને સ્ટ્રાઈક કોરના ભાગરૂપે સશસ્ત્ર બ્રિગેડને કમાન્ડ કરવાનું શામેલ છે. સ્ટાફ નિયુક્તિમાં સ્વતંત્ર સશસ્ત્ર બ્રિગેડની સીએરા લિઓન, GSO-3, આસિસ્ટન્ટ મિલિટરી સચિવ, બોત્સવાના સંરક્ષણ દળોના નાણાકીય સલાહકાર, સશસ્ત્ર વિભાગના કોલોનલ જનરલ સ્ટાફ, ભટિંડા સ્થિત કોરના બ્રિગેડિયર જનરલ સ્ટાફ અને પૂણે ખાતે નાયબ મિલિટરી સચિવ તરીકેની સેવાઓ શામેલ છે.

તેઓ વેલિંગ્ટનમાં પ્રતિષ્ઠિત સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે અને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ સાથે પણ સેવા આપી ચુક્યા છે. જનરલ વાધવાને તેમની કારકિર્દી દરમિયાન તેમના પ્રોફેશનલીઝમના કારણે અનેક પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા છે. ખૂબ જ સારું બૌદ્ધિકચાતુર્ય ધરાવતા જનરલ ઓફિસર ઓપરેશનલ કળા અને દાવપેચ યુદ્ધમાં પારંગત છે.

તેમની સાથે, શ્રીમતી મોનિકા વાધવાએ પણ વિભાગના પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન તરીકે હોદ્દો સંભાળ્યો હતો, જેઓ એક શિક્ષકવિદ છે અને સામાજિક સેવા માટે ખૂબ જ તત્પર રહે છે.

આ પણ વાંચો : દર વર્ષે ભારતીયો થઇ રહ્યાં છે ઠીંગણા, એક અભ્યાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : આ પણ વાંચો : PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

g clip-path="url(#clip0_868_265)">