Gir માં સિંહની સુરક્ષાને લઇને રેલવે તંત્ર સતર્ક, ચાલુ વર્ષે 10થી વધુ સિંહોને બચાવાયા

|

May 06, 2022 | 10:05 PM

ગીર પર્યટન  માટે પ્રખ્યાત સ્થળ છે. જ્યાં દરરોજ હજારો પર્યટક મુસાફરી કે છે  ગીરના સિંહને( Asiatic Lion) નિહાળે છે. જેના માટે લોકો રેલવેની પસંદગી કરે છે. જોકે કેટલીક વાર તે જ રેલવેના કારણે સિંહ ઘાયલ થવાની ઘટના સામે આવે છે.

Gir માં સિંહની સુરક્ષાને લઇને રેલવે તંત્ર સતર્ક, ચાલુ વર્ષે 10થી વધુ સિંહોને બચાવાયા
Asiatic Lion crossing a railway track in Gir (F

Follow us on

ગીર અને ગીરના સિંહ(Asiatic lion)  ગુજરાતની(Gujarat)  શાન છે. ત્યારે ગીરમાંથી પસાર થતી ટ્રેન(Train)  અને ટ્રેક પર સિંહ કે પ્રાણીઓના અકસ્માત ન થાય તેના માટે રેલવે વિભાગે વિશેષ તકેદારી રાખી છે. ચાલુ વર્ષે કુલ 10થી વધુ સિંહને ઘાયલ થતાં બચાવી લેવાયા છે.  જંગલમાંથી રેલવેની મીટર ગેજ લાઈન નીકળે છે. જેના પર 4 ટ્રેન ચાલે છે. અકસ્માત ન સર્જાય માટે રાત્રે 8થી સવારે 6 સુધી ટ્રેન ન ચલાવવા નિર્ણય લેવાયો છે. તો જંગલમાં ટ્રેન માત્ર 30 કિલોમીટરની ઝડપે ચલાવવા પણ નિર્ધાર કરાયો છે.  1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 9 જેટલા બનાવ સામે આવ્યા છે. જેમાં ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માત થતાં બચાવી લેવામાં આવ્યા છે. તો 9 બનાવમાં કેટલાક બનાવમાં એક સાથે બે સિંહને બચાવ્યા છે.

ગીર પર્યટન  માટે પ્રખ્યાત સ્થળ છે. જ્યાં દરરોજ હજારો પર્યટક મુસાફરી કે છે  ગીરના સિંહને નિહાળે છે. જેના માટે લોકો રેલવેની પસંદગી કરે છે. જોકે કેટલીક વાર તે જ રેલવેના કારણે સિંહ ઘાયલ થવાની ઘટના સામે આવે છે. આવી ઘટનાં ન બને માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કેમ કે આવી જ બાબતનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેથી કોઈ ચૂક ન રહી જાય તેના પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.

અકસ્માત ન સર્જાય માટે રાતે 8 થી સવારે 6 સુધી ટ્રેન નહિ ચલાવવા નિર્ણય

રેલવેની જંગલ માંથી મીટર ગેજ લાઇન નીકળે છે. જેના પર 4 ટ્રેન ચાલે છે. જેના કારણે અકસ્માત ન સર્જાય માટે રાતે 8 થી સવારે 6 સુધી ટ્રેન નહિ ચલાવવા નિર્ણય કરાયો છે. તો ટ્રેન 30 કિલો મીટરની સ્પીડે ચલાવવા નીર્ધાર કરાયો છે. જેથી અકસ્માતની શકયતા ટાળી શકાય અને જો અકસ્માત થાય તો વધુ નુકશાન ન થાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ  ટ્રેક  ગીરમાંથી પસાર થાય છે

  • વિસાવદર થી અમરેલી 74.63 કિલોમીટરનો ટ્રેક ગીરમાંથી પસાર થાય છે
  • વિસાવદર થી તાલાલા 47 કિલોમીટર ટ્રેક છે
  • જૂનાગઢ વિસાવદર વચ્ચે 59.87 કિલોમીટરનો ટ્રેક નીકળ છે.
  • વિસાવદર થી તાલાલા વચ્ચે ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિકલાકની છે
  • જૂનાગઢ દેલવાડા ટ્રેનમાં રોજના 600 પેસેન્જર પ્રવાસ કરે છે.
  • મીટર ગેજ સેક્શન પર 4 ટ્રેન ચાલે છે

ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માતથી  બચાવી લેવામાં આવ્યા

આ સિવાય  આટલા પ્રયાસ છતાં 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 9 જેટલા બનાવ સામે આવ્યા છે. જેમાં ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માતથી  બચાવી લેવામાં આવ્યા છે. તો 9 બનાવમાં કેટલાક બનાવમાં એક સાથે બે સિંહને બચાવ્યા છે. જે રેલવે ની મોટી સફળતા ગણી શકાય. ઉલ્લેખનીય છે કે મીટર ગેજ પર માલવાહક ટ્રેન સિવાય  લોકો ગિરનો નજારો જોવા માટે ટ્રેનમાં યાત્રા કરે છે. પરંતુ ગીરના નજરા સાથે સિંહને બચાવવા પણ જરૂરી છે. જેના માટે લોકોએ હજુ વધુ જાગૃત બનાવની જરુર લાગી રહી છે. અને જો તેમ થશે તો હજુ પણ આ પ્રકારના બનાવો અટકાવી શકાશે. અને ગુજરાતના ગૌરવ સિંહનું રક્ષણ પણ કરી શકાશે.

Published On - 10:00 pm, Fri, 6 May 22

Next Article