ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર, કહ્યું સિંહોને શાંતિથી રહેવા દો, ગીરમાં સફારીની સંખ્યા ઘટાડો

ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર, કહ્યું સિંહોને શાંતિથી રહેવા દો, ગીરમાં સફારીની સંખ્યા ઘટાડો

| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:05 AM

ગુજરાત હાઈકોર્ટે કહ્યું, સિંહોના તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દો.લાયન સફારીના નામે કે લાયન શોના નામે સિંહની પજવણી યોગ્ય નથી.

ગુજરાતમાં(Gujarat)  ગીરના(Gir) જંગલોમાં સિંહોની(Lion) અવારનવાર થતી પજવણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (Highcourt) ગંભીર નોંધ લીધી છે.અને લાયન સફારીની(Lion Safari)  માત્રામાં ઘટાડો કરવા માટે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે.મહત્વનું થોડા દિવસ પહેલા સિંહની પજવણી મુદ્દે વાયરલ થયેલા ફોટોગ્રાફની ગુજરાત હાઈકોર્ટને જાણ કરાઈ હતી.

જેની બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. અરજદારની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું, સિંહોના તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દો.લાયન સફારીના નામે કે લાયન શોના નામે સિંહની પજવણી યોગ્ય નથી.

તેમજ ગુજરાત ટૂરીઝમની એક જાહેરાતમાં ટાંકીને હાઇકોર્ટના એક ન્યાયમૂર્તિએ ટકોર કરી કે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન સિંહની બાબતમાં જાહેરાતમાં એમ કહે છે કે ‘અગર યે નહી દેખા તો કુછ નહી દેખા’.. તો,.. સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ દેખાશે.. સિંહોને તેમની શાંતિ કે નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ના પાડો..

આ પણ વાંચો : અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં નવા ખુલાસા સામે આવ્યા, કસ્ટમ વિભાગ પણ સક્રિય

આ પણ વાંચો : કારતકમાં મેઘાનુ મંડાણ ! હવામાન વિભાગે દક્ષિણ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની કરી આગાહી

Published on: Nov 27, 2021 08:03 AM