Kutch : મુંદ્રા પોર્ટ પર પકડાયેલા રૂ. 3000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, દંપતિ અને ડ્રગ્સ માફિયાનું કનેક્શન ખુલ્યું
તપાસમાં ખુલ્યું છેકે અમિત ભારતમાં ડ્રગ મંગાવી આપતો હતો. અમિત મૂળ દિલ્હીનો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસના એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. કસ્ટમ એજન્ટ કુલદીપ સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
Kutch : મુંદ્રા પોર્ટ પર પકડાયેલા રૂ. 3000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંદ્રા ડ્રગ્સ કેસના આરોપી ચેન્નઈના દંપતીએ જુલાઈ મહિનામાં પણ ડ્રગ્સ મંગાવેલું હોવાનું ખુલ્યું છે. હાલ દંપતીએ કેટલું મંગાવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે.
તપાસમાં ખુલ્યું છેકે અમિત ભારતમાં ડ્રગ મંગાવી આપતો હતો. અમિત મૂળ દિલ્હીનો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસના એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. કસ્ટમ એજન્ટ કુલદીપ સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
તો મુંદ્રા પોર્ટ પરથી હજારો કરોડોના ડ્રગ્સની જપ્તી પર અદાણી ગ્રુપે સફાઇ આપી છે. હેરોઇનની ખેપ જપ્ત થવાના સંબંધમાં જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, તેમનું કામ માત્ર પોર્ટનું સંચાલન કરવાનું છે. કચ્છમાં મુંદ્રા પોર્ટ પર ભારે માત્રામાં અફઘાની હેરોઇન પકડાઇ જવાના પાંચ દિવસ પછી અદાણી ગ્રુપે આ નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં અદાણી ગ્રુપે DRI અને કસ્ટમ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. અને તેમને અભિનંદન પાઠવ્યા છે.
મીડિયા સ્ટેટમેન્ટમાં અદાણી ગ્રુપે વધુમાં કહ્યું કે, ‘ભારત સરકારના કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને DRIના સક્ષમ અધિકારીઓ પાસે ગેરકાયદે કાર્ગો ખોલવાની, તપાસ કરવાની અને જપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ દેશભરમાં કોઇ પણ પોર્ટ ઓપરેટર કંટેનરની તપાસ ન કરી શકે. તેમની ભૂમિકા માત્ર પોર્ટનું સંચાલન કરવા સુધી સીમિત હોય છે’.મહત્વનું છે કે, મુંદ્રા બંદરગાહના સંચાલનની જવાબદારી અદાણી ગ્રુપ પાસે છે.
આ પણ વાંચો : Gandhinagar : GPSC ભરતી પ્રક્રિયા રદ કરાઇ, આખી ભરતી શા માટે રદ કરવામાં આવી ?