Gandhinagar : GPSC ભરતી પ્રક્રિયા રદ કરાઇ, આખી ભરતી શા માટે રદ કરવામાં આવી ?
પંચાયત તલાટી કમમંત્રી અને જૂનિયર ક્લાર્કની ભરતી રદ્દ કર્યાની સુચનાઓ બાદ પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ પંચાયત વિભાગમાં તલાટી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહિત 9 અલગ-અલગ સંવર્ગોમાં 16 હજાર 400 જેટલી ખાલી હોવાનું જણાવ્યું છે.
રાજ્યના 10 લાખથી વધુ યુવા બેરોજગારોને ત્રણ વર્ષ સુધી રાહ જોવડાવ્યા બાદ હવે સરકારી ભરતી રદ કરી દેવાઈ છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે પંચાયત તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની ભરતી રદ કરી છે અને ઉમેદવારોને પરીક્ષા ફીના 100 રૂપિયા પરત આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2018-19માં વર્ગ- 3ની 2200 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ભરતીની લાલચ આપ્યા બાદ હવે આખી ભરતી જ રદ કરી દેવાઈ છે. ગુજરાતમાં જિલ્લા પંસદગી સમિતીઓને આધિન આ ભરતીમાં 10 લાખથી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
હજુ એક સપ્તાહ અગાઉ અસ્તિવમાં આવેલી ભાજપની નવી સરકારે પણ સરકારી નોકરીવાંચ્છુકો સામે નવું ગાજર દેખાડવાનું શરૂ કર્યું છે. પંચાયત તલાટી કમમંત્રી અને જૂનિયર ક્લાર્કની ભરતી રદ્દ કર્યાની સુચનાઓ બાદ પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ પંચાયત વિભાગમાં તલાટી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહિત 9 અલગ-અલગ સંવર્ગોમાં 16 હજાર 400 જેટલી ખાલી હોવાનું જણાવ્યું છે.
તેમણે કહ્યું કે જિલ્લા પસંદગી દ્વારા થતી ભરતી હવે સેન્ટ્રલ સમિતિ કરશે. હવે વર્તમાન સરકારનું આયુષ્ય જ 14 મહિનાનું છે. નવેમ્બર- 2022થી વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે. પોલીસ, ગૌણ સેવા સહિતની અગાઉ જાહેર થયેલી અનેક ભરતીઓ લટકી છે.ત્યારે પંચાયત વિભાગ 6 મહિનામાં ભરતી કેવી રીતે પૂર્ણ કરશે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર સેંકડો બેરોજગાર યુવાનો નવી સરકાર પણ લોકપ્રિય થવા નવું ગાજર લટકાવ્યાનો રોષ ઠાલવી રહ્યા છે.