હવે ડ્રગ્સ પર રાજકારણ ! AAP બાદ યુથ કોંગ્રેસ મેદાનમાં, કાર્યકરોએ અદાણીની ઓફિસ બહાર કર્યા દેખાવો

મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી 2 વાર ડ્રગ્સ (Drugs) પકડાયું હોવા છતાં કોઈ કાર્યવાહીના થતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ આખરે અદાણી વિલ્મરની ઓફીસ બહાર દેખાવો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.

હવે ડ્રગ્સ પર રાજકારણ ! AAP બાદ યુથ કોંગ્રેસ મેદાનમાં, કાર્યકરોએ અદાણીની ઓફિસ બહાર કર્યા દેખાવો
Youth congress Protest
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 04, 2022 | 7:38 AM

અમદાવાદમાં (Ahmedabad)  મીઠાખળી વિસ્તારમાં આવેલ અદાણીની ઓફીસ સામે યુથ કોંગ્રેસના (Youth Congress) કાર્યકરોએ દેખાવો કર્યા. મુન્દ્રા ના અદાણી પોર્ટ પરથી 2 વાર ડ્રગ્સ (Drugs) પકડાયું હોવા છતાં કોઈ કાર્યવાહીના થતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ આખરે અદાણી વિલ્મરની ઓફીસ બહાર દેખાવો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.જો કે વિરોધ વધતા ધારાસભ્ય  જીગ્નેશ મેવાણી (MLA Jignesh mevani) સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

MLA જીગ્નેશ મેવાણીની પોલીસ દ્વારા અટકાયત

ગુજરાત ડ્રગ્સ કારોબારીઓ માટે ડ્રગ્સનું હબ બન્યું હોવાના આક્ષેપો સાથે ગુજરાત યુથ કોંગ્રેસે અમદાવાદના (Ahmedabad)  મીઠાખાળી વિસ્તારમાં આવેલ અદાણી વિલ્મરની ઓફીસ બહાર દેખાવો કર્યા હતા. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, યુથ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અને કાર્યકરોએ રસ્તા રોકી નારેબાજી કરતા આક્ષેપો કર્યા હતા કે અદાણી પોર્ટ પરથી 2 લાખ કરોડોનું ડ્રગ્સ પકડયું હોવા છતાં સરકાર (Gujarat Govt) પોર્ટ માલિકની પૂછપરછ કે ધરપકડ નથી કરી. આ ગુજરાતના (Gujarat)  યુવાઓને નશા ની લત માં નાખવાનું કોઈ કાવતરું તો નથી ને ? દેખાવો કરી રહેલ યુવક કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સરકારની કામગીરી પર સવાલો ઊભા થયા

આ અગાઉ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાને લઈ સરકારની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો હતો કે વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું હોવા છતાં પોર્ટના (Adani port)  માલિકની પૂછપરછ કેમ નથી થઈ રહી ? ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર ચલાવી રહેલ નાર્કોસ ને એનસીબી (NCB) કે અન્ય સરકારી એજન્સીઓ કેમ નથી પકડી શકી ? અને કેન્દ્ર-ગુજરાત સરકારમાં બેઠેલા કયા લોકો છે કે જેઓ માફિયા ‘મિત્રો’ને સંરક્ષણ આપી રહ્યા છે ?

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અદાણી પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું

તમને જણાવી દઈએ કે,20 ડિસેમ્બર 2016 માં મુન્દ્રા પોર્ટ પરથી 1200 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ, ત્યારબાદ એપ્રિલ 2021 માં 3120 કરોડ અને 15 સપ્ટેમ્બર 2021 માં 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">