AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સિંગર કિંજલ દવેનું સ્વપ્ન થયું પૂરુ, ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠયું નમો સ્ટેડિયમ, જુઓ શાનદાર Video

IPL 2023 : આ કવોલિફાયર-2 મેચમાં 2 ઈનિંગ વચ્ચે મિડ ટાઈમ શો યોજાયો હતો. આ શોમાં ગુજરાતી સિંગર કિંજલ દવે એ પોતાના અવાજથી સૌને મોજ કરાવી દીધી હતી. કિંજલ દવે એ પોતાના પરફોર્મન્સના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

VIDEO: સિંગર કિંજલ દવેનું સ્વપ્ન થયું પૂરુ, ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠયું નમો સ્ટેડિયમ, જુઓ શાનદાર Video
kinjal dave performed Mid time show during qualifier 2
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 7:50 PM
Share

Ahmedabad : 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની કવોલિફાયર-2 મેચ રમાઈ હતી. વરસાદને કારણે આ મેચનો ટોસ 7.45 કલાકે થયો હતો. જ્યારે મેચની શરુઆત 8 કલાકે થઈ હતી. શુભમન ગિલની શાનદાર સેન્ચુરી અને મોહિત શર્માની 5 વિકેટને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ પર 62 રનથી વિજય મેળવ્યો હતો. આ જતી સાથે જ ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે.

આ કવોલિફાયર-2 મેચમાં 2 ઈનિંગ વચ્ચે મિડ ટાઈમ શો યોજાયો હતો. આ શોમાં ગુજરાતી સિંગર કિંજલ દવે એ પોતાના અવાજથી સૌને મોજ કરાવી દીધી હતી. કિંજલ દવે એ પોતાના પરફોર્મન્સના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં પરથી જણાવા મળી રહ્યું છે કે આવા મોટા કાર્યક્રમમાં પરફોર્મન્સ કરવાનું તેનું સ્વપ્વ પૂરુ થયું છે.

નમો સ્ટેડિયમમાં કિંજલ દવેનું શાનદાર પરફોર્મન્સ

View this post on Instagram

A post shared by Kinjal Dave (@thekinjaldave)

View this post on Instagram

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવેના ગીતો પર ઝૂમ્યુ સ્ટેડિયમ

આઈપીએલ 2023ની ક્લોઝિંગ સેરેમનીમાં જોવા મળશે આ સેલેબ્રિટી

આધિકારિક જાહેરાત કરવામાં આવી છે કે, આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામું

  • આ જાહેરનામું 25 થી 28 મે સુધી લાગુ રહેશે.
  • ટિકિટોનું કાળા બજાર કરનાર લોકોને આકારી સજા થશે.
  • એક વ્યક્તિ 3 થી વધુ ટિકિટ રાખી શકશે નહીં.
  • ટિકિટની કિંમતથી વધારે ભાવમાં તેનું ખરીદ કે વેંચાણ કરી શકાશે નહીં.

GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે અમદાવાદમાં રમાનારી મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">