જય સ્વામિનારાયણ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે જવા આ માર્ગદર્શિકા કરશે મદદ , જાણી લો મહોત્સવ સ્થળે પ્રવેશ અને પાર્કિંગ અંગેની માહિતી

|

Dec 14, 2022 | 12:09 PM

દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો પાર્કિંગ અને પ્રવેશ માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે. 

જય સ્વામિનારાયણ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે જવા આ માર્ગદર્શિકા કરશે મદદ , જાણી લો મહોત્સવ સ્થળે પ્રવેશ અને પાર્કિંગ અંગેની માહિતી
PSM 100

Follow us on

અમદાવાદમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ આવતીકાલથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાશે ત્યારે અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.

PSM parking route and Guideline

નગરમાં પ્રવેશની સાથે સાથે પાર્કિંગ અંગે પણ વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવી છે જેના  પાલન દ્વારા મુલાકાતીઓ નગરમાં  દર્શન માટે સરળતાથી  પહોંચી શકશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

AMTS  દ્વારા કરવામાં આવી છે બસની વ્યવસ્થા

આ મહોત્સવમાં જવા માટે AMTS દ્વારા પણ  બસની વિશે, વ્યવસ્થા કરવામાં આવી છે  AMTS  દ્વારા  મહોત્સવ માટે આશરે 200 જેટલી બસ ફાળવવામાં આવી છે . સાથે જ એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે બોપલના વકીલ બ્રિજ પાસેથી પણ બસ મૂકવામાં આવી  છે જે નજીવા ટિકિટ દરે  લોકોને મહોત્સવ સ્થળ સુધી પહોંચાડી શકશે .

 

વડાપ્રધાન મોદી આજે કરશે મહોત્સવનું ઉદ્ધાટન

અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થશે. સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવને ઉદ્ધાટિત કરશે. તેઓ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યાંથી સીધા ઓગણજ મહોત્સવ સ્થળે જ પધારશે.

 

નગરમાં સુરક્ષા  વ્યવસ્થાનો સઘન બંદોબસ્તા

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે.. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે

Next Article