રેલવે દ્વારા સસ્તામાં ફરો ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિત આ સ્થળો કરશે કવર, જુઓ શેડ્યૂલ

IRCTC, ભારતીય રેલવે દ્વારા, એક સસ્તું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેમાં તમે ગુજરાતમાં ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. મહત્વનું છે કે ગુજરાતના ફરવાલાયક અને ખાસ કરીને ધાર્મિક સ્થળોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું લિસ્ટ અહી છે. 

રેલવે દ્વારા સસ્તામાં ફરો ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિત આ સ્થળો કરશે કવર, જુઓ શેડ્યૂલ
| Updated on: Feb 16, 2024 | 9:27 PM

ગુજરાત એક એવું રાજ્ય છે જે હંમેશા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની સંસ્કૃતિ, ખાણી પીણી અને અનેક પર્યટન સ્થળો લોકોને આકર્ષે છે. આવી સ્થિતિમાં IRCTC એવા લોકો માટે સસ્તું ટ્રેન ટૂર પેકેજ લઈને આવ્યું છે જેઓ ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. આ પેકેજ દ્વારા પ્રવાસીઓ વડોદરા, સોમનાથ, દ્વારકા, દીવ, અમદાવાદ, મોઢેરા, પાટણની મુલાકાત લઈ શકશે.

આ પેકેજ 8 રાત અને 9 દિવસ માટે છે. આ પેકેજ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે. મુસાફરો દિલ્હી, ગુડગાંવ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પરથી બોર્ડ/ડીબોર્ડ કરી શકશે. આ ટૂર પેકેજ 3 એપ્રિલ, 2024થી શરૂ થશે. ટૂર પેકેજ માટેનો ટેરિફ પેસેન્જર દ્વારા પસંદ કરાયેલ કેટેગરી મુજબ હશે. પેકેજ 48,480 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે.

ટૂર પેકેજની ખાસ વિશેષતાઓ

  • પેકેજનું નામ – ગરવી ગુજરાત (CDBG13)
  • પ્રવાસ કેટલા દિવસ ચાલશે – 8 રાત અને 9 દિવસ
  • પ્રસ્થાન તારીખ – 3 એપ્રિલ, 2024
  • બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન- દિલ્હી, ગુડગાંવ, રેવાડી, રિંગાસ, ફુલેરા, અજમેર
  • ભોજન યોજના – સવારની ચા, નાસ્તો, લંચ અને રાત્રિભોજન
  • બેઠકોની સંખ્યા- 150
  • મુસાફરી મોડ – ટ્રેન

કયા કયા રુટ કવર કરશે ટ્રેન

  • વડોદરા- સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન (યુનેસ્કો સાઇટ)
  • સોમનાથ-સોમનાથ મંદિર, સોમનાથ બીચ, ભાલકા તીર્થ
  • દ્વારકા- દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા
  • દીવ-દીવનો કિલ્લો
  • અમદાવાદ- સાબરમતી આશ્રમ, અક્ષરધામ, દાંડી કુટીર, અડાલજ સ્ટેપવેલ
  • મોઢેરા- સૂર્ય મંદિર (યુનેસ્કો સાઇટ)
  • પાટણ- રાણકી વાવ અથવા રાણકી સ્ટેપવેલ (યુનેસ્કો સાઇટ)