કેન્દ્રમાં યુપીએ સરકારના સમયગાળામાં ભારતનો વિકાસ રૂંધાયો : નારાયણમૂર્તિ

|

Sep 24, 2022 | 5:26 PM

ભારતની આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ(Narayana Murthy) શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસનમાં ભારતમાં આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઈ ગઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે મનમોહન સિંહ સરકારમાં સમયસર નિર્ણયો લેવામાં આવતા ન હતા.

કેન્દ્રમાં યુપીએ સરકારના સમયગાળામાં ભારતનો વિકાસ રૂંધાયો : નારાયણમૂર્તિ
Narayana Murthy

Follow us on

કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ(UPA) સરકારના સમયગાળામાં દેશના વિકાસને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં
ઇન્ફોસિસના  સહ-સ્થાપક, એનઆર નારાયણ મૂર્તિએ (Narayana murthy)ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ  (IIM) અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં યુપીએ સરકારના કાર્યકાળની ચર્ચા કરી હતી. જેમાં નારાયણ મૂર્તિએ કહ્યું કે “હું લંડનમાં વર્ષ 2008 અને 2012 વચ્ચે HSBCના બોર્ડમાં હતો. પ્રથમ 2-3 વર્ષમાં જ્યારે બોર્ડ રૂમમાં ચીનનો ત્રણ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ત્યારે ભારતનું નામ એક વખત લેવામાં આવતું હતું. પરંતુ કમનસીબે મને ખબર નથી કે પછી ભારતનું શું થયું. જ્યારે મનમોહન સિંહ એક અસાધારણ વ્યક્તિ છે અને મને તેમના માટે ખૂબ જ આદર છે. કોઈક રીતે, ભારતનો વિકાસ અટકી ગયો અને નિર્ણયો લેવામાં આવ્યા ન હતા અને દરેક વસ્તુમાં વિલંબ થયો હતો.

દેશ હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો

જ્યારે મે એચએસબીસી 2012માં છોડ્યું, ત્યારે મીટિંગ દરમિયાન ભારતનું નામ ભાગ્યે જ લેવામાં આવ્યું હતું, જ્યારે ચીનનું નામ લગભગ 30 વખત લેવામાં આવ્યું હતું. ઈન્ફોસિસના પૂર્વ ચેરમેન મૂર્તિએ કહ્યું કે આજે વિશ્વમાં ભારત માટે સન્માનની ભાવના છે અને દેશ હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે.

ભારતને ચીનનો મુકાબલો કરવા માટે લાયક હરીફ બનાવી શકો છો

નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે 1991માં મનમોહન સિંહના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલા આર્થિક સુધારાઓ અને વર્તમાન ભાજપની આગેવાની હેઠળની સરકારની મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી યોજનાઓએ દેશને તેની સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરવામાં મદદ કરી છે. તેણે વધુમાં કહ્યું કે જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે બહુ જવાબદારી ન હતી કારણ કે ન તો મારી પાસેથી બહુ અપેક્ષા હતી કે ન તો ભારત. આશા છે કે આજે તમે દેશને આગળ લઈ જશો. મને લાગે છે કે તમે લોકો ભારતને ચીનનો મુકાબલો કરવા માટે લાયક હરીફ બનાવી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નારાયણ મૂર્તિએ કહ્યું કે ચીને માત્ર 44 વર્ષમાં જ ભારતને મોટા અંતરથી પાછળ છોડી દીધું છે. ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં 6 ગણી મોટી છે. 1978 થી 2022 વચ્ચેના 44 વર્ષોમાં ચીને ભારતને ઘણું આગળ કર્યું છે. છ ગણું મોટું હોવું એ મજાક નથી. જો તમે લોકો મહેનત કરશો તો ભારતને પણ એ જ સન્માન મળશે જેવું આજે ચીનને મળે છે.

Published On - 5:24 pm, Sat, 24 September 22

Next Article