AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education : શૈક્ષણિક અને સંશોધન સહયોગ વધારવા માટે SVGU અને UOW વચ્ચે MoU પર હસ્તાક્ષર

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ (UOW) વચ્ચે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) થયો છે.

| Updated on: May 18, 2025 | 9:25 PM
Share

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) એ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ (UOW), ગિફ્ટ સિટી, ગાંધીનગર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

આ MoU શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ તકો સર્જશે જેમાં નીચેના ક્ષેત્રોમાં સહયોગનો સમાવેશ થાય છે:

  • વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો

  • સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને પરિષદો

  • શૈક્ષણિક સંસાધનો અને કુશળતાનું આદાનપ્રદાન

  • સહયોગી શૈક્ષણિક કાર્યક્રમ વિકાસ

આ MoU SVGU ખાતે યોજાયેલ એક વિશેષ કિકઓફ મીટિંગ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે SVGUના રજિસ્ટ્રાર ડૉ. મયુર શાહ અને UOW ઇન્ડિયા (ગિફ્ટ સિટી) ના કેમ્પસ ડિરેક્ટર ડૉ. નિમય કલ્યાણીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાથે સાથે આ પ્રસંગે SVGUના માનનીય પ્રોવોસ્ટ ડૉ. કિરણ કે. શાહ અને અન્ય નિયામકો તથા વોલોંગોંગ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. મયુર શાહે જણાવ્યું, “આ MoU અમારું શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રેનો વ્યાપ વિસ્તૃત કરશે અને વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી માટે વૈશ્વિક સ્તરે નવી તકો ઊભી કરશે.”

ડૉ. નિમય કલ્યાણીએ ઉમેર્યું, “આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને વોલોંગોંગ યુનિવર્સિટીના વિવિધ આંતરરાષ્ટ્રીય કેમ્પસમાં અભ્યાસ કરવાની તકો મળશે, તેમજ ફેકલ્ટી માટે સંયુક્ત સંશોધન અને ઉદ્યોગસહયોગી પ્રોજેક્ટ્સમાં સહભાગી થવાની તક મળશે.”

આ ભાગીદારી શિક્ષણમાં ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા બંને સંસ્થાઓ માટે ઉજ્જળ ભવિષ્ય તરફનો માર્ગ પ્રસ્થાપિત કરશે.

ગુજરાત રાજ્યનાં રાજકારણનું પાટનગર એટલે ગાંધીનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ગાંધીનગરના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">